ગુજરાત રાજ્ય સરકારે બાર વષર્ બાદ જંત્રીના દરમાં ફેરફાર કર્યો છે અને નવી જંત્રી નક્કી કરી છે. સમગ્ર રાજ્યની સ્થાવર મિલકતો, જમીનની બજારકિંમત નક્કી કરવા માટેની આ નિયમાવલીમાં બાર વર્ષથી ફેરફાર થયો ન હોવાથી તેને બમણી કરી દેવામાં આવી છે. એટલે કે 2011માં જે ચોરસમી.ના ભાવ રૂ. 100 હતા તે વધારી 200 કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે શનિવારે બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામા આવ્યું હતું કે રાજ્યમાં થતાં ઝડપી વિકાસ, ઔદ્યોગિક તેમ જ ગ્રામીણ વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિને લીધે બદલાતી પરિસ્થિતિને ધ્યાનમા રાખી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ જંત્રીને એડહોક બેઈઝ પર વધારવામાં આવી છે. હાલમાં સર્વે ચાલી રહ્યો છે, સર્વે પૂરો થશે તે બાદ સંપૂણર્પણે તેનો અમલ કરવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.