Homeઆમચી મુંબઈમહારાષ્ટ્રમાં થશે નવાજૂની? નવી સરકાર વધુ દિવસ ટકશે નહીંઃ આ નેતાએ કર્યો...

મહારાષ્ટ્રમાં થશે નવાજૂની? નવી સરકાર વધુ દિવસ ટકશે નહીંઃ આ નેતાએ કર્યો દાવો

મુંબઈઃ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ દાવો કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર જાજા દિવસોની મહેમાન નથી. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે લાંબા સમય સુધી ટકશે નહીં, એવું જાલના જિલ્લાના બદનાપુરમાં શિવ સંવાદ યાત્રા દરમિયાન આદિત્ય ઠાકરે દાવો કર્યો હતો. રાજ્યમાં નવી સરકારના ગઠન પછી નિરંતર આદિત્ય ઠાકરે સરકારની ટીકા કરવાની સાથે હંમેશાં એક જ વાતનું રટન કરતા કહે છે નવી સરકાર વધુ ટકશે નહીં. બદનાપુર ખાતે ફરી એક વખત આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકો સારી રીતે જાણે છે કે અહીંયા ગેરબંધારણીય સરકારનું ગઠન થયું છે, તેથી આ સરકાર વધારે દિવસ ચાલશે નહીં અને ટૂંક સમયમાં પડશે. આદિત્ય ઠાકરેનું આ નિવેદન 14 ફેબ્રુઆરીના સુપ્રીમ કોર્ટ દ્વારા શિવસેનાના 16 બળવાખોર વિધાનસભ્યને અયોગ્ય ઠેરવવા સંબંધિત કેસની સુનાવણી પહેલા કરવામાં આવ્યું છે. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે જૂન મહિનામાં શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો કરીને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ (મહા વિકાસ આઘાડી)ની સરકાર સામે બળવો કરીને સરકારનું પતન કર્યું હતું. શિવસેનાના અમુક વિધાનસભ્ય અને સાંસદોને તોડીને નવી સરકારનું ગઠન કર્યું હતું.

આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારો
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના મહલગાંવમાં અમુક અસામાજિક તત્ત્વો દ્વારા શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના કાફલામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઠાકરેની સાથે શિવસંવાદ યાત્રામાં સામેલ થનારા શિવસેનાના નેતા અંબાદાસ દાનવેએ આરોપ કર્યો હતો કે ઠાકરેની કાર પરના હુમલા માટે શિવસેનાથી અલગ થયેલા શિંદે જૂથના કાર્યકર્તા જવાબદાર છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે ઔરંગાબાદની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમના પર અમુક સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે કેમ્પના નેતા અંબાદાસ દાનવેએ વીડિયો રિલીઝ કરીને ત્યાંના સ્થાનિક વિધાનસભ્યનો હાથ હોવાનો દાવો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -