નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હીથી ફરી એક વખત કમકમાટીભર્યા સમાચાર આવી રહ્યા છે. દિલ્હી પોલીસને નાળામાંથી ત્રણ ટુકડા કરીને ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. દિલ્હીના સ્પેશિયલ સેલ દ્વારા આ મૃતદેહનો કબજો લેવામાં આવ્યો હોઈ બે શકમંદ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા શકમંદના નામ જગજિત અને નૌશાદ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને યુએપીએ અંતર્ગત તાબામાં લેવામાં આવ્યા છે. દિલ્હીના ઉત્તર ભાગમાં આવેલા ભલસ્વા નાળામાંથી આ મૃતદેહના ટુકડા મળી આવ્યો હોઈ મૃતકની ઓળખ થઈ ગઈ છે.
છેલ્લાં કેટલાક મહિનાની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું જ જોવા મળી રહ્યું છે, પછી તે શ્રદ્ધા વાલકર હત્યાકાંડ હોય કે કંજાવાલા કેસ. આ સિવાય થોડાક સમય પહેલાં દિલ્હીમાં દીકરાએ જ માતાની મદદથી પિતાની હત્યા કરી અને તેના શરીરના 10 ટુકડા કર્યા હતા. બાપની દીકરી પર ખરાબ નજર હોવાનો આક્ષેપ મૃતકની પત્ની દ્વારા કરવામાં આવ્યો હતો.