ડિસેમ્બરના પંદર દિવસ પૂરા થયા પછી પણ મુંબઈમાં શિયાળો જામ્યો હોવાનું જણાતું નથી. વહેલી સવારના ઠંડીના ચમકારાની સાથે બપોરે ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગુરુવારે સાંજના મરીન ડ્રાઈવ ખાતે વાદળછાયા વાતાવરણની વચ્ચે બ્લુ કલરનું આકાશ જાણે જમીનને ભેટવા નીચે ઊતર્યું હોવાનું જણાતું હતું. (જયપ્રકાશ કેળકર)