અભિનેત્રી નેહા ધૂપિયા નવા ઘરમાં રહેવા ગઈ અને તેની નજીકની મિત્ર સોહા અલી ખાનની પડોશી બની ગઈ. પણ પોતે આ ઘરમાં 19 વર્ષ રહી ત્યારે તેણે પોતાની યાદો સોશિયલ મીડિયા પર શેર કરી.
અભિનેત્રી નેહા ધૂપિયા હવે મુંબઈમાં નવા સરનામે મળશે. તે પરિવાર સાથે તાજેતરમાં નવા ઘરમાં શિફ્ટ થઈ છે. ત્યારે આ વાતને સોશિયલ મીડિયા પર શેર કરતા સમયે તેણે જૂના ઘરને છોડવા વિશે એક લાંબી અને ઈમોશનલ નોટ લખી જ્યાં તેણે તેના જીવનના લગભગ 19 વર્ષ વિતાવ્યા. તે તેની સારી મિત્ર સોહા અલી ખાનની નવી પાડોશી બની ગઈ છે.
નેહાએ ઈન્સ્ટાગ્રામ પર તેના જૂના ઘરની યાદોને ફોટા સાથે વગોળી છે. મિત્રો સાથે ઘરની પાર્ટીઓ યોજવાથી લઈને તેના બેબી શાવર સુધી તેના પરિવાર સાથે સમય પસાર કરવા માટે, જૂના ફોટાઓ દ્વારા તેણે લાગણીઓને બહાર ઠાલવી છે. નેહાએ એક લાંબું કૅપ્શન ઉમેર્યું અને લખ્યું, “હા આ સાચી વાત છે. મારા જીવનના લગભગ 19 વર્ષ મેં આ જગ્યાને ઘર કહ્યું છે. તેને ગુડ બાય કહેવું ખૂબ મુશ્કેલ છે.
મને હજુ પણ યાદ છે કે હું 23 વર્ષનો હતી ને હું આ નાનકડા ઘરમાં પ્રવેશી મને ખબર હતી કે હું તેને હંમેશ માટે મારું કહીશ.. અને તેમ જ થયું. હવે અમને થોડી મોકળાશ મળે એટલે નવા ઘરમાં જઈએ છીએ. હજુ તો માત્ર એક જ દિવસ થયો છે અને ઓહ માય ગોડ હું તેને આટલું મિસ કરું છું.
દરેક રૂમ, દરેક દિવાલ, દરેક ખૂણા પાસે કહેવા માટે એક વાર્તા છે … મેં ઘર તરીકે ઓળખાવેલી આ જગ્યાએ મને ખરેખર ઉગતા, હસતા, રડતા, ચીસો પાડતા જોઈ છે. મારી સફળતાના પહેલા અનુભવથી માંડી ખૂબસૂરત દિવાળીની લાઇટ્સ અને ઘણી બધી વસ્તુઓ પ્રત્યેનું મારું જુનૂન આ દરેકને તેણે ગળે સકારાત્મકતાથી ગળે એવી રીતે લગાડયા છે કે હું આ જગ્યાને ઘર કહી શકું.
નવી શરૂઆત સાથે હું એકદમ નવા ઘરમાં બેસીને આ લખું છું ત્યારે કોઈ ફરિયાદ નથી, પરંતુ મને લાગે છે કે મારા જીવનમાં અહીં વિતાવેલા સમય કરતાં મોટી અને સાહસિક વાર્તા કહેવા માટે કોઈ નહીં હોય.
નેહાએ અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે અને તેબે સંતાનની માતા છે. તેની આ ઈમોશનલ પોસ્ટ બાદ ઘણાએ પોતાના મનોભાવો વ્યક્ત કર્યા હતા. સોહાએ તેને હેલ્લો નેબર કહી આવકારી હતી.