શહેરની ૪૪ ઈમારત, હોટેલોમાં અગ્નિશમન યંત્રણા કાર્યરત નથી
મુંબઈ: અગ્નિશમન દળ દ્વારા એપ્રિલના પહેલા અઠવાડિયામાં કરવામાં આવેલી તપાસમાં મુંબઈની ૪૪ ઈમારત, હોટેલોમાં અગ્નિશમન યંત્રણા કાર્યરત નહીં હોવાનું જાણવા મળ્યું છે. અગ્નિશમન યંત્રણા કાર્યરત અથવા વ્યવસ્થિત કરવાની નોટિસ આ ૪૪ ઇમારતોની સોસાયટીઓને તેમજ હોટેલ માલિકોને મોકલી દેવામાં આવી છે. જો આ યંત્રણા વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો તેમના પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે. હાલની પરિસ્થિતિમાં ગગનચૂંબી ઇમારતો અને હોટેલમાં જીવન સાથે રમત રમાતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
મુંબઈમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટીઓ, ગગનચૂંબી ઇમારતો, હોટેલ તેમજ નાના – મોટા કારખાના છે. આ પ્રત્યેક સ્થળે અગ્નિશમન યંત્રણા સક્ષમ હોવી જોઈએ એવો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હંમેશા આપવામાં આવે છે. આ યંત્રણાની દેખભાળ – સમારકામ કરવું આવશ્યક હોય છે. જોકે, એ પ્રમાણે નથી થઈ રહ્યું એવું જોવા મળી રહ્યું છે. પરિણામે કોઈ દુર્ઘટના થાય ત્યારે આ યંત્રણા બિન અસરકારક સાબિત થાય છે. મુંબઈ અગ્નિશમન દળ દ્વારા અચાનક તપાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવે છે. તપાસમાં યંત્રણા બરાબર ન હોય તો કાર્યવાહી કરવામાં આવે છે. અગ્નિશમન દળ દ્વારા ૬થી ૮ એપ્રિલ દરમિયાન ૬૪ ઇમારત અને ૩૮૪ હોટેલમાં અગ્નિશમન યંત્રણા કાર્યરત છે કે નહીં એની તપાસ કરવામાં આવી હતી. એમાંથી ૪૬ ઇમારત અને ૩૫૮ હોટેલમાં યંત્રના બરાબર નહીં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ૧૮ ઇમારત અને ૨૬ હોટેલમાં તો અગ્નિશમન યંત્રણા કાર્યરત જ નહીં હોવાનું ધ્યાનમાં આવતા તેમને આ યંત્રણા કાર્યરત કરવાની નોટિસ મોકલવામાં આવી છે. ૧૨૦ દિવસમાં યંત્રણા કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી છે. ઉ