નવી દિલ્હી: કૉમનવેલ્થ ગેમ્સમાં બૉક્સિગંની ગોલ્ડ મેડાલિસ્ટ નીતુ ઘંઘાસ (૪૮ કિલો)એ તેના નામ સાથે આઈબીએ વિમેન્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપનું ટાઇટલ જોડ્યું છે. શનિવારે માર્કી ટુર્નામેન્ટની મિનિમમ વેઇટ કેટેગરીમાં મોંગોલિયાની લુત્સાઈખાન અલ્તાંત્સેગને ૫-૦થી હરાવીને નીતુ વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. આ વિજય સાથે વર્ષ ૨૦૨૨ની સ્ટ્રાન્ડ્જા મેમોરિયલ ગોલ્ડ મેડાલિસ્ટ નીતુ વર્લ્ડ ચૅમ્પિયન બનનારી છઠ્ઠી ભારતીય બૉક્સર બની છે. અગાઉ મેરી કૉમ છ વખત (૨૦૦૨,૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૧૬), સરિતા દેવી (૨૦૦૬), જેની આર.એલ (૨૦૦૬), લેખા કે.સી (૨૦૦૬) અને નિખત ઝરીન (૨૦૨૨) વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. સ્વીટી બૂરા હેવીવેટ (૮૧ કિલોગ્રામ)માં વર્લ્ડ ચેકમ્પિયન બની હતી. (એજન્સી) ઉ