બોલીવૂડની પીઢ અભિનેત્રી નીના ગુપ્તા જે કરે છે તે ટ્રેન્ડ બની છે. 63 વર્ષની ઉંમરમાં પણ તે સુંદર અને સુપરફિટ લાગે છે. હાલમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મોર્નિંગ વર્કઆઉટનો વીડિયો શેર કરીને ફિટ લાઈફ માટે ફિટનેસ ગોલ આપ્યો છે. વીડિયોમાં તે Knee Pushups કરતી નજરે ચડી રહી છે, જે નોર્મલ પુશઅપ્સ કરતાં અલગ છે. જુવાનિયાઓને પણ હંફાવે તેવો જોશ જોઈને નીનાના ચાહકો સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યા છે.