બૉલીવુડની જાણીતી અભિનેત્રી નીના ગુપ્તાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તેઓ તેમના કામ કરતાં પર્સનલ લાઈફને કારણે હમેશાં જ વધુ ચર્ચામાં રહે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેમણે એવી બાબત વિશે ખુલાસો કર્યો છે કે તમે ચોંકી ઉઠશો.
નીના ગુપ્તાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઘણી વખત એવું બન્યું છે કે મારી પાસે કોઈ હોય જ નહીં કે જેની સાથે હું મારા મનની વાત શેયર કરી શકું. આવું થવાનું કારણ એવું હતું કે વર્ષો સુધી મારા લાઈફને પ્રેમી કે જીવનસાથી નહોતો. મારા એકાંકીપણાના સમયગાળા દરમિયાન મારા પિતા જ મારા માટે મારા બોયફ્રેન્ડ હતા. હું એમની સાથે બધી વાતો શેયર કરતી, સમય પસાર કરતી, મારા પિતા સાથે મેં બધું જ કર્યું છે…
અત્રે ઉલ્લેખનીય છે કે નીના ગુપ્તાનું નામ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સ સાથે જોડાયું હતું. બંનેને એક દીકરી છે જેનું નામ મસાબા ગુપ્તા છે. રસપ્રદ બાબત તો એ છે કે વિવિયન અને નીના ગુપ્તાએ લગ્ન નહોતા કર્યા. તેમનું અફેર હતું. વિવિયન સાથે બ્રેકઅપ થયાના વર્ષો બાદ 2008માં નીના ગુપ્તાએ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા.