ભજાપમાં જોડાવાની અટકળોને મળ્યો વેગ
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા તથા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અજિત પવાર 40 વિધાનસભ્યો સાથે ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લાં કેટલાંય દિવસોથી રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. આ જ પાર્શ્વભૂમિ પર અજિત પવારે આજે સવારે જ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શરદ પવાર સાથેનો ફોટો ડિલીટ કરતાં તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળોને વધુ વેગ મળ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અજિત પવારના ટ્વીટર અને ફેસબૂકના વોલપેપર પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું નામ, નિશાન અને પક્ષના અધ્યક્ષ શરદ પવાર સહિત અજિત પવારનો ફોટો હતો. આ ફોટો તેમણે કાયમી સ્વરુપે ડિલીટ કરી દીધો છે. વોલપેપર સાથે જે પોસ્ટ કરી હતી તે પોસ્ટ પણ તેમણે ડિલીટ કરી હતી. અજિત પવાર દ્વારા આ રીતે સોશિયલ મીડિયા પરથી ફોટો ડિલીટ કરતાં તેઓ સાચે જ ભાજપમાં જોડાશે તે અંગેની ચર્ચાઓએ રાજકીય વર્તુળમાં વેગ પકડ્યો છે.
અજિત પવાર છેલ્લાં કેટલાંય સમયથી અસ્વસ્થ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેથી તે કોઇ પણ ક્ષણે મહાવિકાસ અઘાડીમાંથી બહાર પડશે તેવી વાતો થઇ રહી છે. દરમિયાન અજિત પવાર 40 વિધાનસભ્યો સાથે ભાજપમાં જઇને સરકાર બનાવશે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. એમાં સુપ્રિમ કોર્ટે સત્તા સંઘર્ષનો નિર્ણય રોકી રાખ્યો હોવાથી ભાજપે તેનો પ્લાન બી તૈયાર કર્યો હોવાનું પણ કહેવાઇ રહ્યું છે.
खारघर येथे ‘महाराष्ट्र भूषण’ पुरस्कार वितरण सोहळ्यावेळी लाखो संख्येनं नागरिक उपस्थित होते. यावेळी अनेकांना उष्माघाताचा त्रास झाला,त्यात निष्पाप १३ अनुयायांचा नाहक बळी गेला.ही दुर्दैवी घटना निसर्ग निर्मित नसून मानव निर्मित आपत्ती आहे.या दुर्दैवी घटनेला सरकारच सर्वस्वी जबाबदार आहे.
— Ajit Pawar (@AjitPawarSpeaks) April 18, 2023
ઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવારને ભાજપ આઘાત આપવાની તૈયારી કરી રહી છે એમ પણ કહેવાય છે. તેથી અજિત પવાર નારાજ છે કે? તે અસ્વસ્થ છે કે? જેવા અનેક સવાલો ઊભા થઇ રહ્યાં છે. એમાં અજિત પવારે ફેસબૂક અને ટ્વીટર પરથી એનસીપીનું નામ, નીશાન અવે શરદ પવારના ફોટો વાળું વોલપેપર હટાવી દેતાં રાજકીય વર્તુળઓમાં વિવિધ તર્ક થઇ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે અજિત પવારે આ અગાઉ પણ ભાજપ સાથે થોડા કલાકો માટે સરકાર બનાવી હતી. જોકે એ સમયે શરદ પવારે સ્થિતિ સંભાળી લીધી હતી. પણ હવે વોલ પેપર હટાવી દેતાં અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે.