સ્પાઇસ જેટને એનસીએલટીની ઇન્સોલવન્સી પ્રક્રિયા સંદર્ભે નોટીસ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એક તરફ ગો ફર્સ્ટે એનસીએલટીને નાદારીની અરજીના વહેલા નિર્ણય માટે વિનંતી કરી છે, ત્યારે બીજી તરફ આવા જ કેસમાં સ્પાઇસ જેટને એનસીએલટીની નોટિસ મળી છે. ગો ર્ફ્સ્ટે લેણદારોના તકાદાઓથી બચવાના અથવા તો રાહત મેળવવા માટે નાદાર થઇ જવાનો નિર્ણય લીધો છે. એનસીએલટીને ગો ફર્સ્ટે તેની સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન અરજી પર વહેલો નિર્ણય લેવા વિનંતી કરી છે
જયારે બીજી તરફ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે સોમવારે સ્પાઇસજેટને એરકેસલ (આયરલેન્ડ) લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સંદર્ભે નોટિસ જારી કરી હતી. એરક્રાફ્ટ લેઝર એરકેસલ, બજેટ કેરિયર સ્પાઇસ જેટ સામે નાદારી ઠરાવની કાર્યવાહી શરૂ કરવા માગે છે અને આગામી સુનાવણી ૧૭ મેના રોજ નિર્ધારિત કરી છે.
આ તરફ કટોકટીથી પ્રભાવિત ગો ર્ફ્સ્ટે સોમવારે એનસીએલટીને તેની નાદારીની અરજી પર તાત્કાલિક આદેશ પસાર કરવા જણાવ્યું હોવાનો અહેવાલ સમાચાર એજન્સી રોઇટર્સે આપ્યો હતો. કટોકટીગ્રસ્ત એરલાઈને એનસીએલટીને પ્લેન પાછા લેવાના ધિરાણદારોના પ્રયાસોને ટાંકીને ઓર્ડર પસાર કરવા જણાવ્યું હતું.
એ નોંધવું રહ્યું કે ટ્રિબ્યુનલે ચોથી મેના રોજ આ બજેટ કેરિઅરની પિટીશન પર એરલાઇનના વકીલોએ એનસીએલટીને તેની નાદારીની અરજી પર તાકીદે આદેશ પસાર કરવા જણાવ્યું હતું કે, નાદારીની કાર્યવાહી ચાલી રહી હોવા છતાં ગો ફર્સ્ટ લીઝર્સ પ્લેનનો કબજો મેળવવા પ્રક્રિયા આદરી હતા.