રકુલ પ્રીત બાદ હવે બિગ બીની દોહિત્રી નવ્યા નવેલી નંદા ઈન્ડિયાના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ ખાતે પહોંચી હતી અને તેના અમદાવાદ વિઝિટના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવ્યા હાલમાં અમદાવાદમાં વેકેશન મનાવી રહી છે અને તેણે પોતાની જૂના અમદાવાદની મુલાકાતના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. અહીં નવ્યા પોતાના મિત્રો સાથે નાઈટ આઉટ મારતી દેખાઈ હતી અને અમદાવાદની ગલીઓમાં મળતા સ્ટ્રીટ ફૂડનો આનંદ ઉઠાવ્યો હતો. નવ્યાએ આ નાઈટ આઉટ દરમિયાન અલગ અલગ વાનગીઓ ચાખી હતી. ખાવા સિવાય નવ્યાએ ફોટોગ્રાફી પણ કરી હતી. એટલું જ નહીં તેણે કેન્ડી-ચુરણનો આનંદ પણ માણ્યો હતો.
આ પહેલાં નવ્યા ગુજરાતમાં જ એક ખેતરમાં ટ્રેક્ટર ચલાવતી જોવા મળી હતી અને એ સમયનો તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખાસ્સો એવો વાઈરલ થયો હતો. લોકોએ આ વીડિયોમાં તેની સાદગીને ખૂબ જ પસંદ કરી હતી અને તેણે સ્થાનિક મહિલાઓ સાથે વાત પણ કરી હતી.
View this post on Instagram
નવ્યા હંમેશાથી જ પોતાની સાદગી અને સિમ્પલિસિટી માટે ઓળખાય છે, લોકો તેના સીધા અને સરળ અંદાજના દિવાના છે. આ સ્ટાર કિડના ફોટો જોઈને નેટિઝન્સ એકદમ ખુશ થઈ ગયા અને કમેન્ટ સેક્શનમાં તેને જાત જાતના સવાલો પણ પૂછ્યા હતા. એક યુઝરે નવ્યાના ફોટો નીચે કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું તને અમદાવાદમાં દયાબહેન મળ્યા કે? તો વળી બીજા એક યુઝરે એવું પણ લખ્યું હતું કે દયાબહેનનું ઘર.
જેઠિયાના ફાફડા… ત્રીજા એક યુઝરે નવ્યાના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે હવે નવ્યા સ્ટ્રીટ ફોટોગ્રાફર બની ગઈ છે. નવ્યાના વર્ક ફ્રન્ટ વિષે વાત કરીએ તો નવ્યા મોટા પડદાથી દૂર પોતાનું એક એનજીઓ ચલાવે છે અને સાથે સાથે તે પોતાનું પોડકાસ્ટ પણ લાવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેની સારી એવી ફેનફોલોઈંગ છે.