મુંબઈઃ મરીન ડ્રાઈવ પર જોગિંગ કરતી વખતે 59 વર્ષની વ્યક્તિને અચાનક હાર્ટ એેટેક આવતા તેનું મોત નિપજ્યું હોવાની તાજેતરમાં બની હતી. મૃતક રાજેન્દ્ર રામકૃષ્ણ ભિસે નવી મુંબઈના સીવૂડસનો રહેવાસી હતા. આગામી મેરેથોનમાં સહભાગી થવાની તૈયારીરૂપે તે મરીન ડ્રાઈવ આવ્યો હતો ત્યારે જોગિંગ દરમિયાન અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો.
પોલીસે આપેલી માહિતી અનુસાર ભિસે મંત્રાલયમાં સરકારી નોકરી કરતો હતો. તેણે અનેકવાર મેરેથોનમાં ભાગ લીધો હતો તે જોગિંગ દરમિયાન અચાનક પડી જતાં તેને સૈફી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. ભિસેના પરિજનોએ જણાવ્યું હતું કે તેમને બીપીની સમસ્યા હતી, પરંતુ પોલીસે જણાવ્યું છે કે તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જીટી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોલીસ આ પ્રકરણે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને આગળની તપાસ કરી રહી છે.