આજે ફરી એકવાર ભારતીયો માટે ગર્વ કરવાનો મોકો મળ્યો છે. 95માં એકેડેમી એવોર્ડ સમારોહમાં તેલુગુ ફિલ્મ RRR ના ગીત ‘નાટુ નાટુ’એ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મેળવ્યો છે. નાટુ નાટુના મ્યુઝિક કંપોઝર એમએમ કીરવાણીએ સ્ટેજ પર ટ્રોફી લઈને બધાને ‘નમસ્તે’ કહ્યું હતું.
‘Naatu Naatu’ from ‘RRR’ wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023
“>
ગાયક રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવે ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્ટેજ પર RRR ના ‘નાટુ નાટુ’ નું લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ ‘નટુ નટુ’ની ધૂન પર ઝૂમી ઉઠ્યા હતા અને ગીતને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું.
નાટુ-નાટુએ 95મી એકેડેમી એવાર્ડમાં ટેલ ઈટ લાઈક અ વુમન, ટોપ ગન: મેવેરિકના હોલ્ડ માય હેન્ડ, બ્લેક પેન્થર: વાકાંડા ફોરેવર ના લિફ્ટ માય અપ, ફ્રોમ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સના ધીસ ઈઝ એ લાઈફ ગીતોને પાછળ છોડી ઓસ્કાર એવાર્ડ જીત્યો છે.