Homeઈન્ટરવલરાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ-૨૦૨૦ જે શિક્ષણથી વ્યક્તિના કૌશલ્યનો વિકાસ થાય અને તે આત્મનિર્ભર...

રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ-૨૦૨૦ જે શિક્ષણથી વ્યક્તિના કૌશલ્યનો વિકાસ થાય અને તે આત્મનિર્ભર બને તે જ સાચું શિક્ષણ

કવર સ્ટોરી -ડૉ. કલ્પના દવે

(ભાગ-૨)
પ્રખર કેળવણીકાર તથા એસ.એન.ડી.ટી. વિમેન્સ યુુુનિવર્સિટી (મુંબઇ)ના પૂર્વ વાઇસ ચાલેન્સર ડૉ. મધુરીબેન શાહ શિક્ષણ એટલે શું? આ અંગે પોતાના વિચારો પ્રગટ કરતાં કહે છે:-
કેળવણી તજજ્ઞ ‘શિક્ષણ એટલે માત્ર જ્ઞાનનો સંગ્રહ કરવો એ જ નથી, કારણ કે સમયાંતરે સંપાદિત જ્ઞાન વર્તમાન કાળમાં જુનવાણી કે બિનઉપયોગી બની શકે છે. શિક્ષણ તો વ્યક્તિની કાર્યશક્તિને પ્રદિપ્ત કરે, નવું જ્ઞાન અર્જિત કરવા પ્રેરે તેવું હોવું જોઇએ. સંપાદિત કરેલા જ્ઞાનનું ઉપયોજન કરી શકાય અને તે વધુ વ્યાપક બને અને લોકકલ્યાણ અથેેર્ર્ વપરાય તેવું નીવડે. હવે લોકોની આ પ્રતિ સજાગતા વધી છે, જેથી ભાવિ યુવાપેઢીનું ઘડતર થઇ શકશે. તેમનામાં મૌલિક વિચારશક્તિ કેળવાશે. નવી શિક્ષણનીતિને આપણે આ સંદર્ભે સમજી શકીએ.
જે શિક્ષણથી વ્યક્તિના કૌશલ્યનો વિકાસ થાય, અને તે આત્મનિર્ભર બને તે જ સાચું શિક્ષણ. સાંપ્રત યુગને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણનીતિને અદ્યતન સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આજના ડિજિટલયુગમાં ભારતની પ્રગતિ જોઇએ તો વૈશ્ર્વિક મંચ પર ભારત આજે આત્મવિશ્ર્વાસથી સંપન્ન રાષ્ટ્ર બની ગયું છે. કોરોના જેવી વૈશ્ર્વિક મહામારી સામે ઝઝૂમતા હોવા છતાં વિશ્ર્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની શક્યું છે. આઝાદીના અમૃતમહોત્સવના વર્ષમાં ભારત ‘જી-૨૦’ના દેશોમાં પ્રમુખ સ્થાને છે. દેશની સુરક્ષા માટે યુવાનોને ‘અગ્નિવીરો’નું પ્રશિક્ષણ અપાઇ રહ્યું છે. સ્પેસ સાયન્સ, મેડીકલ સાયન્સ, કે દેશની સુરક્ષા માટે નવાં આધુનિક શસ્ત્રોના ઉત્પાદન ક્ષેત્રે સહભાગી થાય છે. એટલું જ નહીં તાજેતરમાં જ ઉચ્ચતમ સરહદી ક્ષેત્ર સિયાચીનમાં મહિલાવીર સેવા માટે તૈનાત થઇ છે.
નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નો મુખ્ય ઉદ્ેશ જ છે કે ભારતીયતાને કેન્દ્રમાં રાખીને વૈશ્ર્વિક દૃષ્ટિ કેળવાય તેના સક્ષમ-વાયબ્રન્ટ યુવાપેઢી તૈયાર કરવી. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રત્યેક સ્તરે દરેક માટે ઉચ્ચસ્તરીય અને ગુણવત્તા સભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવું જરૂરી છે, કારણ કે શિક્ષણ દ્વારા જ એક સમૃદ્ધ સમાજનું ઘડતર થઇ શકે જેના થકી સર્વ ક્ષેત્રે વિકાસશીલ રાષ્ટ્રનું નિર્માણ થઇ શકશે.
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ (૨૬-૦૧-૨૦૨૩) આપણા માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંભાષણમાં ભારતની સિદ્ધિઓ તથા નવી શિક્ષણનીતિ વિશે કહ્યું ” નવી શિક્ષણનીતિ દેશની યુવાપેઢીના સર્વાંગી વિકાસમાં ચાવીરૂપ ભાગ ભજવી શકશે. દેશનો ટેકનિકલ ક્ષેત્રે વિકાસ, ડિજિટાઇઝેશન પ્રગતિ, મહિલા સશક્તિકરણ તથા દેશના અંતરિયાળ વિસ્તારોમાં કે અનુસૂચિત જાતિમાં દરેક સ્તરે સશક્તિકરણ કરવા સરકાર કટીબદ્ધ છે. વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારત સફળતા તરફ આગળ વધી રહ્યું છે. ‘જી-૨૦’માં વૈશ્ર્વિક શાંતિ અને એકતા માટે આપણું સૂત્ર ‘વસુધૈવ કુટુંબકમ’ છે. વિવિધ ધર્મ-ભાષા ધરાવતી આપણી સંસ્કૃતિમાં રહેલી એકતા અને એકાત્મભાવને હું સલામ કરું છું. હવે ભાવિપેઢીમાં આ રાષ્ટ્રીય ભાવના કેળવવાનું કામ પણ શિક્ષણ દ્વારા જ શક્ય છે.
હવે યુવાપેઢીને સ્વવિકાસથી રાષ્ટ્ર વિકાસની દિશા તરફ લઇ જાય એ માટે એકવીસમી સદીનું શિક્ષણ પણ એવું જ વિસ્તૃત અભિગમ ધરાવતું હોવું જોઇએ. ગાંધીયુગના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે વ્યક્તિ મટીને બનું વિશ્ર્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. જાણે સ્વપ્નદૃષ્ટા કવિના એ શબ્દો હવે સાર્થક ઠરશે.
આજનો સાંપ્રત સમય ખૂબ પ્રગતિશીલ અને પરિવર્તનશીલ છે. દરેકના હાથમાં મોબાઇલ છે. ચારેય તરફથી જ્ઞાનની અનેક ક્ષિતિજો વિસ્તરેલી છે. વિજ્ઞાન-ટેકનોલોજી-અંતરિક્ષ ક્ષેત્રે અનેક નવાં સંશોધનો થઇ રહ્યાં છે. મુક્તબજારનું સ્થાન આજે વર્લ્ડ ટ્રેડ, ડિજિટલ ટ્રેડ કે ઓનલાઇન માર્કેટે લઇ લીધું છે. હવે આને અનુરૂપ શિક્ષણ અનિવાર્ય થયું છે. વૈશ્ર્વિક સ્તરે સફળ થવા પ્રત્યેક ક્ષેત્રે, પ્રત્યેક સ્તરે ગુણવત્તાયુક્ત અને વિશ્ર્વસનીયતા જાળવવા કૌશલ્ય પ્રાપ્ત કરવું રહ્યું. શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન વ્યક્તિની કાર્યદક્ષતા પ્રદીપ્ત કરે, તેની મૌલિક દૃષ્ટિ કેળવાય તથા તેનામાં સંશોધનવૃત્તિ જાગે તે મહત્ત્વનું છે. વળી જ્ઞાન અર્જિત કર્યા પછી દરેક વ્યક્તિએ શ્રેષ્ઠતા ભણી જવાનો સાતત્યપૂર્ણ પ્રયાસ કરવાનો છે.
આપણી નવી શિક્ષણનીતિ રાષ્ટ્ર નિર્માણનો મહાયજ્ઞ છે. આ એક મિશન છે, નવી ઊર્જા છે. જેને સાર્થક રૂપ આપવા દરેકે પોતાનું યોગદાન આપવાનું છે. લગભગ સાડા ત્રણ વર્ષના સંશોધન અને સર્વે કર્યા પછી ‘ધ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રીસોર્સ એન્ડ ડેવલોપમેન્ટ’ જેનું નવું નામ છે, ‘મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન’ (કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય) તરફથી ૨૦૧૯માં ૭૦૦ પાનાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. પ્રો. આર. પી. તિવારી અને ફોર્મર ઇસરો ચીફ કે. કસ્તુરી રંગનની અધ્યક્ષતા હેઠળ કેળવણી તજજ્ઞોની કમિટીએ નવી શિક્ષણનીતિનું માળખું તૈયાર કર્યુ છે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શાળાશિક્ષણ અને ઉચ્ચશિક્ષણના સર્વમાન સમાન સ્તરના વિવિધ તબક્કાઓનો નિર્દેશ છે. તેમાં થયેલા મહત્ત્વનાં પરિવર્તનો આપણે આ લેખમાળામાં સમજીશું પણ પહેલાં નવી શિક્ષણનીતિમાં જે મહત્ત્વના પરિવર્તન છે તે જોઇએ.
૧) આર્ષદૃષ્ટિ ધરાવતી નવી શિક્ષણનીતિના મુખ્ય સિદ્ધાંતોમાં મુખ્ય છે. સમગ્ર શિક્ષણ પદ્ધતિ તમામ સ્તરે એક સમાન અને ગુણવત્તા સભર હોય અને પ્રત્યેક માટે સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ. જેનાથી સશક્ત યુવાધન અને સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે.
૨) નવી શિક્ષણનીતિને ચરિતાર્થ કરવા પ્રત્યેક રાજ્યસ્તરે, જિલ્લાસ્તરે, ગ્રામ્યભાગે, આદિવાસી ક્ષેત્રે અને અંતરિયાળ વિસ્તારોમાં જાગૃતિ આણવી આવશ્યક છે. તેથી રાજ્ય-જિલ્લાના શિક્ષણ વિભાગો, શૈક્ષણિક સંસ્થાના સંચાલકો, શિક્ષક સમયુદાયે મહત્ત્વની ભૂમિકા નિભાવવાની છે. તેમ જ વાલીઓ અને પાલકોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનું રહેશે.
૩) શાળાશિક્ષણમાં ૧૦- ૨-૩ને સ્થાને ૫-૫-૫-૫૪ના નવા માળખાને મૂર્તરૂપ આપવા તેને અનુરૂપ અભ્યાસક્રમ ઘડવો, શિક્ષકોને પ્રશિક્ષણ આપીને સજ્જ કરવાની જરૂર છે. વળી શિક્ષણ સંસ્થાઓએ પણ શૈક્ષણિક વાતાવરણ નિર્માણ કરવા મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે.
૪) શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન એવી રીતે કરવું જેથી તેની સાથે સંકળાયેલા શૈક્ષણિક મૂલ્યો ઉજાગર થઇ શકે. પ્રાથમિક સ્તરે માતૃભાષા કે સ્થાનિક ભાષામાં શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં મળી શકે તેવી જોગવાઇ. આ ઉપરાંત સંસ્કૃત ભાષાના શિક્ષણ દ્વારા ભારતીયતાના મૂલ્યો ઉજાગર કરવા.
૫) શિક્ષણ માટેના અન્ય પર્યાય માર્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન, ઓનલાઇન એજ્યુકેશન, એક્ષટેન્ડિંગ ઓફ ક્લાસરૂમ લર્નિંગ થુ્ર ફલેકસીબલ લર્નિંગની વ્યવસ્થાનો લાભ લઇ શકાય છે. જેથી સાક્ષરતાનો દર ઉચ્ચતમ આણી શકાય.
૬) ઉચ્ચશિક્ષણના સ્તરે ‘હોલીસ્ટીક મલ્ટિડિસીપ્લીનરી’ એજ્યુકેશનની વ્યવસ્થા છે. જેને પરિણામે
યુવાવર્ગને, ઇન-સર્વિસ કે વયસ્કો માટે શિક્ષણ માટે અનેક વિકલ્પો મળશે. પરિણામે યુવાવર્ગ શિક્ષણ પૂર્ણ કરી શકશે.
૭) નવી શિક્ષણનીતિ-૨૦૨૦માં સ્કીલ ડેવલોપમેન્ટ
અને કારકિર્દીલક્ષી શિક્ષણને (વોકેશનલ એજ્યુકેશન) પણ
પાયાનું સ્થાન છે.
૮) વિદ્યાર્થીઓની સંશોધનાત્મક, તાર્કિક તથા વિશ્ર્લેષણ વૃત્તિનો વિકાસ થાય તે અત્યંત આવશ્યક હોવાથી
એકેડેમીક રિચર્સને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પણ આ
માટે શિક્ષકોએ જે-તે વિષયનો ગહન શિક્ષણ તથા માર્ગદર્શન આપવું જોઇએ.
૯) ડિજિટલ એજ્યુકેશન, ટેકનોલોજી લર્નિંગ અને તેનો સમુચિત પ્રયોગ તો દરેક માટે આવશ્યક હોવાથી તે નવી શિક્ષણનીતિમાં તેનું શિક્ષણ મહત્ત્વનું છે.
૧૦) વૈશ્ર્વિક સંદર્ભે જોઇએ તો આજે અન્ય રાષ્ટ્રો સાથે શિક્ષણનું આદાનપ્રદાનનું પણ મહત્ત્વ છે. તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, વિદેશી યુનિવર્સિટી સાથે સંલગ્ન એવા અભ્યાસક્રમો ભારતીય યુનિવર્સિટીમાં શરૂ કરી શકાય. કેટલીક ઉચ્ચસ્તરીય ભારતીય યુનિવર્સિટી વિદેશના શૈક્ષણિક પ્રોજેક્ટ કોલોબ્રેશન વડે અહીં એ પ્રોજેક્ટનું શિક્ષણ આપી શકે તો વિદ્યાર્થીઓની ગ્લોબલ દૃષ્ટિ કેળવાય.
આ અગાઉની શિક્ષણનીતિ કરતાં નવી શિક્ષણનીતિમાં સંશોધન, ઇનોવેશન અને ગુણાત્મક શિક્ષણને પાયાનું સ્થાન છે. એજ્યુકેશન એન્કરેજ એન્ડ એન્લાઇનને મૂર્ત રૂપ આપતી આ નીતિમાં શિક્ષણ સાથે તેજસ્વિતા અને મોટીવેશનને મહત્ત્વ અપાયું છે.
હવે આપણે ૫-૫-૫-૫ની શૈક્ષણિક તરાહ શું છે? તે જોઇએ. શાળામાં હવે બાળક ત્રણ વર્ષની ઉંમર બાદ પ્રવેશ મેળવી શકશે. એમાં નીચે મુજબના ચાર તબક્કા છે. ૧) ફાઉન્ડેશન સ્ટેજ ૨) પ્રિપરેટરી સ્ટેજ ૩) મિડલ સ્ટેજ ૪) સેક્ધડરી સ્ટેજ
અત્યારે આપણે ઉચ્ચ માધ્યમિકને જુનિયર કોલેજ તરીકે જાણીએ છીએ.
શાળા શિક્ષણના આ તબક્કાની વિશેષ ચર્ચા આવતા લેખમાં કરીશું. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -