નરીમાન પોઈન્ટની પાળેથી – મૂળચંદ વર્મા
૧૯૪૦થી ૫૦ના દાયકા સુધી વિલેપારલે એટલે ગુજરાતી પાટનગર. અહીં ૧૯૪૨ સુધી ઠેર ઠેર સુંદર મકાનો આગળ પાટિયા લટકતાં રહેતાં હતાં અને તે ગુજરાતી ભાષામાં: જગ્યા ભાડે આપવી છે.’ ત્યારે વિલેપારલેમાં મરાઠીભાષીઓ પણ ગુજરાતીમાં વાત કરતા અને ગુજરાતી-મરાઠી એવી કોઈ જુદાઈ નહોતી. આજે તો વિલેપારલે જ શું, આખા મુંબઈમાં અન્ય ભાષાનાં પાટિયાં સાથોસાથ મરાઠી ભાષામાં ચિતરાયેલાં હોવાં જ જોઈએ. જો શિવસેનાની નજર પડી ગઈ કે મરાઠી ભાષામાં પાટિયું નથી તો આવી જ બન્યું. આજે વિલેપારલેના ગુજરાતી પોતે મરાઠીભાષી બની ગયા છે ૧૯૪૩ની સાલનો સૂરજ ઊગ્યો અને ‘જગ્યા ભાડે આપવી છે,’ એ પાટિયાં એકાએક ગાયબ થઈ ગયાં તે આજ સુધી દેખાતાં નથી.
વિલેપારલેની પશ્ર્ચિમે દરિયાની ખાજણ એટલે કે ખારા પાણી અને કાદવવાળી, ખાડા-ટેકરાવાળી વિજન વગડાની જગ્યા. ગુજરાતીઓ હંમેશાં રચનાત્મક વિચાર ધરાવતા હોય છે. એક ગુજરાતીનાં મનમાં થયું કે આ વેરાન વગડાને નંદનવન બનાવવો જોઈએ. આજે ‘જગ્યા ભાડે આપવી છે’નાં પાટિયાં નથી. ઘર મળવાની મુશ્કેલી છે, તો શા માટે અહીં ઘરો બાંધવાં નહીં?
૧૯૪૫-૪૬ની વાત છે. શ્રી વિષ્ણુભાઈ દેસાઈને જઈને આસપાસના ગુજરાતી-મરાઠીઓ મળ્યા. શ્રી વૈકુંઠભાઈ મહેતાનો સંપર્ક સાધવામાં આવ્યો અને ‘જુહુ સ્કીમ’ની સ્થાપના થઈ. સરકાર પાસેથી જમીન મેળવવામાં આવી. શરૂઆતમાં રૂા. ૫૦૦ ભરવાની વાત અને ત્યાર પછી હપ્તે હપ્તે પૈસા ભરીને જુહુ દરિયાકિનારે હવા ઉજાસવાળું સુંદર, રમ્ય એવું પોતાનું ઘર ધરાવવાનું સ્વપ્નું સાકાર થયું. ૧૯૬૦-૬૧માં તો આ વેરાન વગડા પર આ ગુજરાતી મંડળીના પ્રતાપે ‘જુહુ-વિલેપારલે ડેવલપમેન્ટ સ્કીમ’ નામની એક ભવ્ય વસાહત ઊભી થઈ ગઈ. આજે તો અહીં એ જૂનાં ઘરોની કિંમત સો ગણી વધી જવા પામી છે. ૧૯૫૬-૬૩ સુધીમાં બંધાયેલા એક બંગલા માટે શરૂઆતમાં માત્ર રૂા. દસ હજાર ખર્ચવામાં આવ્યા હતા આજે એ બંગલા લાખોના મૂલના થઈ ગયા છે.
થોડાં જ વરસોમાં ‘જુહુ-પાર્લે સ્કીમ’ મુંબઈની સહુથી સ્વચ્છ, સુંદર અને શ્રીમંત વસાહત તરીકે ઓળખાવા લાગી. અને મોભા માટે ચોકીદાર રાખવાની પ્રથા શરૂ કરી હતી.
સિને-સ્ટારો સિને-નિર્માતાઓ અહી મનમાગ્યા પૈસા આપીને બંગલા ખરીદવા લાગ્યા. લોકોએ બંગલા ફિલ્મ શૂટિંગ માટે ભાડે આપવા માંડ્યા અને ‘જુહુ સ્કીમ’ એક રીતે ફિલ્મી વસાહત પણ બની ગઈ. રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, હેમામાલિની, લક્ષ્મીકાંત પ્યારેલાલ, રામાનંદ સાગર બધા આવી ગયા.
એકવાર અહીં ફિલ્મી કલાકારના કૂતરાએ એક નાના છોકરાને બચકું ભર્યું. આ કૂતરાને ‘એન્ટી રેબીઝ’ (હડકાયા સામે)નું ઇંજેકશન આપવામાં આવ્યું છે કે નહિ એ કોઈને ખબર નહિ. એ વ્યક્તિ કલાકાર તો મળે જ ક્યાંથી. બિચારા તે છોકરાને ૧૪ ઇંજેકશન લેવાં પડ્યાં.
એક દિવસ એર ઈન્ડિયાના એક ભૂતપૂર્વ અધિકારીની પૌત્રી પ્રિયદર્શિની નિશાળેથી ઘરે આવીને રમવા લાગી. એની દાદીમાએ પૂછ્યું: ‘બેટા, શું થયું શાળામાં?’
‘દાદીમા, મારા વર્ગમાં મેં સહુથી સારો નિબંધ લખ્યો છતાં ટીચરે મારું નામ પણ વર્ગમાં ઉચ્ચાર્યું નહિ અને આખો વખત શ્ર્વેતા, શ્ર્વેતા કર્યા કરે છે.
‘પણ એ શ્ર્વેતા છે કોણ?’
‘અમિતાભ બચ્ચનની છોકરી!’
શું સમય સમયની વાત છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનાં પૌત્રી નિર્મલારાજે ભોસલે (અક્કલકોટનાં મહારાણી)ને વડોદરાની શાળામાં મૂકવામાં આવ્યાં હતાં. મોટર તેમને નિશાળે મૂકવા આવતી અને હઝુરિયો દફતર ઊંચકીને વર્ગમાં મૂકી જતો અને ‘મુજરો’ કરીને વિદાય થતો. એક વાર શાળાના અંગ્રેજ પ્રિન્સિપાલ મીસ ફોલીગે આ જોયું. તરત નિર્મલારાજેને જણાવ્યું કે અહીં આ હઝુરિયા અને મુજરાની વાત ચાલશે નહિ. તમે બધા જ મારે મન સમાન વિદ્યાર્થિનીઓ છો. બીજે દિવસથી નિર્મલારાજે એકલાં જ નિશાળમાં આવ્યાં હતાં.
આજે તો આવું કશું રહ્યું નથી. જુહુ સ્કીમ ફિલ્મનગરી બની ગઈ છે. પડોશી પડોશીને ઓળખતાં નથી. બંગલાનાં પાટિયાં પરથી નામ અને નંબર જાણે છે એ પરિચય કહેવાય.
આ જુહુ સ્કીમની નજીકમાં જ ૧૯૩૨માં વિમાન ઉડાવતાં શીખવાની ફ્લાઈંગ કલબ શરૂ થઈ હતી અને તે માટે વિલાયત જવાની જરૂર મટી ગઈ હતી. શ્રી જે. આર. ડી. તાત સવારે નિયમિત વિમાન ઉડાવવા આવતા હતા. એમણે ‘તાતા એરલાઈન્સ’ની શરૂઆત કરી. એમના પછી સિંધિયા સ્ટીમ નેવિગેશ કંપનીએ સિંધિયા એરલાઈન્સ શરૂ કરી હતી. ફ્લાઈંગ કલબમાં વિમાન ઉડાડવા માટે દર કલાકના રૂા. ૧૦ લેવામાં આવતા હતા. અત્યારે મારી જાણકારી મુજબ રૂા. ૪૫૦-૫૦૦ છે.
તાતા એરલાઈન્સનાં વિમાનો એવાં હતાં કે સહ્યાદ્રી પર્વતમાળા ઓળંગવાનું પણ મુશ્કેલ હતું, છતાં ભારતીય પાઇલટ તે પર્વત ઓળંગી જતાં. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદના કારણે એ ફ્લાઈટો અટકાવી દેવામાં આવતી. ૧૯૩૨માં ‘તાતા એન્ડ સન્સ એવિએશન ડિપાર્ટમેન્ટનાં ઙીતત ખજ્ઞવિં વિમાને અમદાવાદ થઈને કરાંચી જવા પ્રથમ ઉડ્ડયન જુહુથી કર્યું હતું. ઉ