રાજસ્થાનની નંદિની ગુપ્તા ફેમિના મિસ ઈન્ડિયા 2023ની વિજેતા બની છે. નંદિની સાથે, દિલ્હીની શ્રેયા પુંજાને પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી જ્યારે મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગને સેકન્ડ રનર અપ તરીકે જાહેર કરવામાં આવી હતી. 30 રાજ્યોમાંથી ટોચના ત્રણ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. આ ત્રણમાંથી નંદિની ગુપ્તા મિસ ઈન્ડિયાની વિજેતા બની હતી. મણિપુરની રાજધાની ઈમ્ફાલ ખાતે શનિવારે (15મી) મધ્યરાત્રિએ ફેમિના મિસ ઈન્ડિયાનો ગ્રાન્ડ ફિનાલે સમારોહ યોજાયો હતો.

કર્ણાટકની ભૂતપૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા 2022 સિની શેટ્ટીએ નંદિનીના માથા પર મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો અને નંદિનીને મિસ ઈન્ડિયા 2022નો સત્તાવાર ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાજસ્થાનની ભૂતપૂર્વ 1લી રનર-અપ રૂબલ શેખાવત અને ઉત્તર પ્રદેશની ભૂતપૂર્વ 2જી રનર-અપ શિનત ચૌહાણે અનુક્રમે શ્રેયા અને થૌનૌજમને તાજ પહેરાવ્યો હતો. ફેમિના મિસ ઈન્ડિયા 2023 બન્યા પછી, નંદિની ગુપ્તા હવે મિસ વર્લ્ડ 2024માં સત્તાવાર રીતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
View this post on Instagram
19 વર્ષની નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટા શહેરની વતની છે. બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવવા માટે પ્રયત્નશીલ, નંદિની માને છે કે નાની ઉંમરે નિષ્ફળતા સ્વ- ઓળખનુ રૂપ છે. આવી નાની-નાની નિષ્ફળતાઓને પચાવીને આગળ વધવાની પ્રેરણા મળે છે. નોંધનીય છે કે ફેમિના મિસ ઈન્ડિયા 2023ની ગ્રાન્ડ ફિનાલે ઈમ્ફાલ, મણિપુરના ખુમાન લમ્પક સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર્સ અનન્યા પાંડે, કાર્તિક આર્યન, નેહા ધૂપિયા, ભૂમિ પેડનેકર અને મનીષ પૌલે હાજરી આપી હતી. ઘણી સેલિબ્રિટીઓએ ઇવેન્ટની રેડ કાર્પેટ પર હાજરી આપી હતી.