બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા અને નામ ફાઉન્ડેશનના સંસ્થાપક નાના પાટેકર પોતાની અભિનય શૈલિને કારણે ખૂબ પ્રચલિત છે. તેથી દેશમાં તેમના લાખો ચાહકો છે. જોકે છેલ્લાં કેટલાંય સમયથી તેમની સંસ્થા નામ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતાં સામાજિક કાર્યો અને રાજકીય ટિપ્પણીઓને કારણે પણ નાના પાટેકર ખૂબ ચર્ચામાં રહે છે. શિંદે – ફડણવીસ સરકાર આવ્યા બાદ નાના પાટેકરે એકનાથ શિંદેનો ઇન્ટર્વ્યુ કર્યો હતો જે ખૂબ ચર્ચામાં રહ્યો હતો.
ત્યારે હવે ફરી એકવાર નાના પાટેકરે વર્ષા બંગલા પર જઇ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે અનેક વિષયો પર ચર્ચા કરી હતી. જેની જાણ જાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટ્વીટર મારફતે કરી હતી. જોકે આ ટ્વીટ બાદ શું નાના પાટેકર રાજકારણમાં પ્રવેશ કરેશે? તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મુલાકાતને કારણે પોલિટિક્સ અને પાટેકર લોકોના ચર્ચાનો વિષય બની ગયા છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગણેશોત્સવ વખતે નાના પાટેકરના કોંકણમાં આવેલ ઘરની મુલાકાત લઇ ગણપતીના આશિર્વાદ લીધા હતાં. જ્યારે નાનાએ લીધેલો મુખ્ય પ્રધાનનો ઇન્ટર્વ્યુ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર નાના અને એકનાથ શિંદેની મુલાકાત થઇ છે. નાના પાટેકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વર્ષા બંગલા પર જઇને તેમની મુલાકાત લીધી હતી. આ અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાતે ટ્વીટ કર્યું છે.
ज्येष्ठ अभिनेते नाना पाटेकर यांनी आज मुख्यमंत्री @mieknathshinde यांची ‘वर्षा’ निवासस्थानी सदिच्छा भेट घेतली. यावेळी मुख्यमंत्र्यांनी पुष्पगुच्छ आणि श्री गणरायाची मूर्ती देऊन त्यांचे स्वागत केले.
राज्य सरकारची सुरू असलेली विविध विकासकामे, नाम फाउंडेशनचे सध्या सुरू असलेले कार्य,… pic.twitter.com/RL1Nj0uDfm— CMO Maharashtra (@CMOMaharashtra) May 19, 2023
એકનાથ શિંદેએ નાના પાટેકરનું પુષ્પગુચ્છ અને ગણપતીની મૂર્તિ આપી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાનાએ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ કામો, નામ ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલા કાર્યો, રાજ્યમાં સિંચનની યોજનાઓની આવશ્યકતા જેવા અનેક વિષયો અંગે ચર્ચા કરી પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આવું ટ્વીટ મુખ્ય પ્રધાને કર્યું છે.
ત્યારે પાછલી વખતની જેમ જ આ વખતે પણ નાના પાટેકર તેમનો રાજકીય પ્રવાસ શરુ કરશે કે શું? તેવી અટકળો વહેતી થઇ હતી.