જ્યોતિષશાસ્ત્રમાં અંક જ્યોતિષની સાથે સાથે તમારા નામના પહેલાં મુળાક્ષર પરથી પણ તમારું ભવિષ્ય ભાંખી શકાય છે, જેને નામ જ્યોતિષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિના નામના પહેલાં મૂળાક્ષર પરથી તેમના વિશેનું ભવિષ્ય ભાખવામાં આવે છે.
ગઈ કાલે આપણે G અક્ષરથી જેમનું નામ શરું થતું હોય એવા જાતકો વિશે માહિતી મેળવી અને આજે આપણે વાત કરીશું કે જેમનું નામ D, દ કે ડ પરથી શરું થતું હોય એમની શું ખાસિયતો હોય છે, દોષ-ગુણ, તેઓ કેવા વ્યક્તિત્ત્વના માલિક હોય છે એના વિશે…
જે લોકોનું નામ ડી અક્ષરથી શરુ થતું હોય એ લોકો ખૂબ જ મહેનતું હોય છે અને પોતાના જીવનના લક્ષ્યને પામવા માટે નિરંતર પ્રયાસો કરતાં જ રહે છે. આ લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને તેની સાથે સાથે જ આ જાતકો મહેનત અને લગનથી જીવનમાં ખૂબ જ પ્રગતિ પણ કરે છે.
નામ જ્યોતિષ અનુસાર આ લોકો ખૂબ જ ભરોસાપાત્ર હોય છે અને બીજાના ખરાબ સમયમાં આ લોકો તેમની મદદ કરવામાં હંમેશા જ મોખરે રહે છે, તેઓ પાછળ વળીને નથી જોતા કોઈને મદદ કરવામાં. એટલું જ નહીં પણ તેઓ ખૂબ જ સાફ દિલના અને આકર્ષક વ્યક્તિત્ત્વના માલિક હોય છે.
D અક્ષરવાળા લોકોને સાફ-સફાઈ ખૂબ જ પસંદ હોય છે અને તેઓ તેમની આસપાસમાં સાફ-સફાઈ રહે એવો આગ્રહ પણ રાખે છે.