મુંબઈઃ એક મહિલાએ રસ્તા પર ડ્રાઈવિંગ કરતી વખતે મહિલાએ ઓવરટેક કરતાં રોષે ભરાયેલા કારચાલકે મહિલાને ભરરસ્તે માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ પ્રકરણે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાસંદ સુપ્રિયા સૂળેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સવાલ કર્યો હતો.
સુપ્રિયા સુળેએ મહિલાની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે રાજ્યના ગૃહ પ્રધાનના શહેરમાં મહિલાઓને ભર રસ્તે મારપીટ કરવાની હિંમત લોકો કરી રહ્યા છે. કાયદા અને વ્યવસ્થાનો ભય રાજ્યમાં છે કે નહીં? આ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે કે? એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો. એટલું જ નહી સૂળેએ આ પ્રકરણની તપાસ કરીને સંબંધિત વ્યક્તિને કડકમાં કડક સજા ફટકારવામાં આવે એવી માગણી પણ કરી હતી.
આખા પ્રકરણ વિશે વાત વિસ્તારથી વાત કરવાની થાય તો નાગપુરમાં એક કારને મહિલાએ ઓવરટેક કરી હતી અને આ મહિલાની આ હરકતથી રોષે ભરાયેલા કારચાલકે ભરરસ્તે મહિલા સાથે મારપીટ કરી હતી આ ચોંકાવનારી ઘટના શુક્રવારે બની હતી. રસ્તા પરના જ એક વ્યક્તિએ આ વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો અને ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ ગયો હતો.