નાગિન સીરિયલ્સથી ઘર-ઘરમાં ફેમસ થયેલી અને બિગબોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશે હાલમાં જ એક મરાઠી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી. આ જ કાર્યક્રમના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફેન્સ તેનો આઉટફિટ અને કાતિલ અદાઓ જોઈને ચોંકી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેજસ્વ તેની આગામી ફિલ્મ સ્કુલ કોલેજ એન્ડ લાઈફના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ કાર્યક્રમમાં તેજસ્વી ફિલ્મના પ્રોડ્યુસર રોહિત શેટ્ટી સાથે હાજર રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તેજસ્વી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે અને આ ઈવેન્ટના ફોટો પણ તેણે પોતાના એકાઉન્ટ પર શેર કર્યા હતા. મોહક અદાઓ અને ઓસમ આઉટફિટ્સથી તેજસ્વીએ ફેન્સના દિલ જિતી લીધા હતા.
તેજસ્વીએ બ્લ્યુ કલરનો વન શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ પર કટ આઉટ ડિટેઈલ્સ આપવામાં આવી હતી અને તે ટોપ અને સ્કર્ટનું ઈલ્યુઝન નિર્માણ કરતો હતો. પાપારાઝીએ જેવા તેજસ્વીના ફોટો ક્લિક કરવાનું સ્ટાર્ટ કર્યું એટલે તેજત્વીએ નમસ્તે કહીને બધાનું અભિવાદન કર્યું હતું. તેના આ સ્વીટ જેસ્ચરથી તેણે હાજર તમામ લોકોના દિલ જિતી લીધા હતા. લોકપ્રિયતા મળ્યા બાદ પણ તેજસ્વી ડાઉન ટુ અર્થ રહે છે અને તેની આ સાદગી જ લોકોને તેની તરફ આકર્ષે છે.
તેજસ્વીના આઉટ ફિટ્સ વિશે વાત કરીએ તો બ્રાઈટ બ્લ્યુ કલરના આઉટ ફિટમાં તેનું ફિગર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું. એસિમિટ્રિકલ પેટર્નને કારણે આઉટફિટ વધુ સુંદર દેખાઈ રહ્યો હતો. આઉટફિટ્સની સાથે સાથે પોતાનો લૂક કમ્પ્લિટ કરવા માટે સ્ક્વેર શેપના હૂપ ઈયરરિંગ્સ પહેર્યા હતા. હેવી ફાઉન્ડેશન, બીમિંગ હાઈલાઈટ્ર, ડાર્ક આઈ મેક અપ અને પોનીટેલમાં તેજસ્વી એકદમ અપ્સરા જેવી દેખાઈ રહી હતી.