જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બુધવારે સાંજે એક મોટા વિસ્ફોટ જેવા અવાજે આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના હીરાનગર સેક્ટરને હચમચાવી નાખ્યા પછી ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટનો અવાજ આવતા જ રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. ગુરુવારે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન ખેતરોમાં એક જીવંત ગ્રેનેડ મળી આવ્યો હતો. આ અવાજ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા ગામોમાં કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અવાજ સાંભળ્યા બાદ સુરક્ષા દળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને વરિષ્ઠ અધિકારીઓ પણ ગામમાં દોડી આવ્યા હતા.
Reportedly a blast has been heard near Border Police Post Sanyal near International Border under police station Hiranagar. SSP proceeding to spot: ADGP Jammu, Mukesh Singh
(file pic) pic.twitter.com/na33iIINwQ
— ANI (@ANI) March 29, 2023
એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) મુકેશ સિંહ, જેઓ જમ્મુ ઝોનનું ધ્યાન રાખે છે, તેમણે જણાવ્યું હતું કે, “પોલીસ સ્ટેશન હીરાનગરના કાર્યક્ષેત્રમાં આઈબી પર બીપીપી સાન્યાલ પાસે એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.” તેમણે ઉમેર્યું કે સંબંધિત વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હીરાનગર પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સાંભળવામાં આવ્યો હતું, પરંતુ હજી સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. વધુ તપાસ ચાલુ છે.