Homeઆમચી મુંબઈમારા પતિએ સતીશ કૌશિકની હત્યા કરી, મિત્રની પત્નીનો ચોકાવનારો દાવો

મારા પતિએ સતીશ કૌશિકની હત્યા કરી, મિત્રની પત્નીનો ચોકાવનારો દાવો

ઉદ્યોગપતિ વિકાસ માલુની પત્નીએ એવો દાવો કરીને લોકોને ચોંકાવી દીધા છે કે અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુમાં તેના પતિનો હાથ છે. વિકાસ માલુની પત્ની સાનવીએ દિલ્હી પોલીસ કમિશનરને લખેલા પત્રમાં તેના પતિ પર શંકા વ્યક્ત કરી છે.

ઉદ્યોગપતિ વિકાસ માલુની પત્ની સાનવીએ દાવો કર્યો છે કે સતીશ કૌશિકના મોતમાં તેના જ પતિનો હાથ હતો. તેનો પતિ કૌશિકથી છુટકારો મેળવવા માંગતો હતો કારણ કે તેણે સતીશ કૌશિકને 15 કરોડ રૂપિયા આપવાના હતા. સતીશ તે પૈસા પાછા માંગી રહ્યા હતા. આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર વિકાસ માલુ દિલ્હીના ફાર્મહાઉસનો માલિક છે જ્યાં સતીશ કૌશિકે પાર્ટી કરી હતી. નોંધનીય છે કે સતીશ કૌશિકનું 9 માર્ચના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેના એક દિવસ પહેલા સતીશ કૌશિકે મુંબઈમાં હોળી પાર્ટી કરી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સતીશ કૌશિકના મોત બાદ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેકને ટાંકવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. હાલ પોલીસ સતીશ કૌશિકના બ્લડ સેમ્પલ અને હાર્ટ રિપોર્ટની રાહ જોઈ રહી છે. દરમિયાન પોલીસે ફાર્મહાઉસમાં લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યાં પાર્ટી થઈ હતી તે ફાર્મહાઉસમાંથી કેટલીક દવાઓ મળી આવી હતી. પરંતુ આ કઈ અને કેવા પ્રકારની દવાઓ છે, તેના વિશે વધુ વિગતો આપવામાં આવી નથી.

કોણ છે વિકાસ માલુ? સતીશ કૌશિકને કેવી રીતે મળ્યો?

પોલીસ હજુ તપાસમાં જ વ્યસ્ત હતી કે આ દરમિયાન વિકાસ માલુની પત્નીના દાવાથી ખળભળાટ મચી ગયો છે. વિકાસ માલુની પત્ની સાનવીએ તેના પતિ વિરુદ્ધ દિલ્હી પોલીસ કમિશનરની ઓફિસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે સતીશ કૌશિકની હત્યા કેટલીક દવાઓ દ્વારા કરવામાં આવી હતી અને તે દવાઓ તેના પતિએ ગોઠવી હતી. આખરે કોણ છે વિકાસ માલુ? સતીશ કૌશિક સાથે તેની મિત્રતા કેવી રીતે થઈ?

વિકાસ માલુ ન માત્ર દિલ્હીમાં ફાર્મહાઉસની માલિકી ધરાવે છે જ્યાં સતીશ કૌશિક 8 માર્ચે પાર્ટીમાં હાજરી આપી હતી, પરંતુ તે કુબેર ગ્રુપ નામની કંપની પણ ચલાવે છે. વિકાસ માલુ સતીશ કૌશિકના પારિવારિક મિત્ર પણ હતો અને ઘણીવાર કૌશિક સાથે જોવા મળતા હતો. બંને છેલ્લા 30 વર્ષથી મિત્રો હતા. જ્યારે વિકાસ માલુએ તેના દિલ્હીના ફાર્મહાઉસમાં હોળીની પાર્ટી રાખી હતી, ત્યારે સતીશ કૌશિક પણ તેમાં હાજરી આપવા આવ્યા હતા. વિકાસ માલુની પત્નીએ પણ દિલ્હી પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે વિકાસ અને સતીશ કૌશિક જૂના મિત્રો હતા. પરંતુ બંને વચ્ચે 15 કરોડ રૂપિયાને લઈને લડાઈ થઈ હતી. હાલમાં વિકાસ માલુ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

પત્નીએ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો
સાનવીએ બે મહિના પહેલા વિકાસ માલુ સામે બળાત્કારનો કેસ પણ નોંધાવ્યો હતો. વિકાસ માલુ બોલિવૂડ સેલિબ્રિટીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય છે અને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. વિકાસ માલુના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં સિંગર-રેપ હની સિંહથી લઈને રણવીર સિંહ અને સલમાન ખાન સાથેની તસવીરો છે.

પત્ની સાનવીના દાવાઓ અને આરોપો વચ્ચે વિકાસ માલુએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે, જેમાં તેણે સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વિકાસ માલુએ સતીશ કૌશિક સાથે ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે દુર્ઘટના હંમેશા અનપેક્ષિત હોય છે. તે કોઈને કહેવાથી આવતું નથી, કે તેના પર કોઈનું નિયંત્રણ નથી.
હવે તો સતીશ કૌશિકની હત્યા થઈ હતી કે હાર્ટ એટેકને કારણે તેમનુ નિધન થયું હતું એ કોયડો પોલીસના માથાનો દુખાવો બની જશે એ નક્કી જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -