રવિવારના રોજ રાજધાની દિલ્હીમાં કથિત રીતે એક કાર દ્વારા એક છોકરીની સ્કૂટીને ટક્કર મારવામાં આવી હતી અને તેને થોડા કિલોમીટર સુધી ખેંચવામાં આવી હતી, જેને કારણે 20 વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે પ્રતિભાવ આપતા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું હતું કે તેઓ ગુનેગારોની ભયંકર અસંવેદનશીલતાથી સ્તબ્ધ છે
દિલ્હી એલજીએ ટ્વિટ કર્યું હતું કે, “આજે સવારે કંજાવલા-સુલતાનપુરીમાં થયેલા અમાનવીય અપરાધને લઈને મારું માથું શરમથી ઝૂકી જાય છે અને હું ગુનેગારોની ભયંકર અસંવેદનશીલતાથી આઘાત અનુભવું છું. આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હું દિલ્હીના પોલીસ કમિશનર સાથે મળીને મોનિટરિંગ કરી રહ્યો છું. તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે,”
My head hangs in shame over the inhuman crime in Kanjhawla-Sultanpuri today morning and I am shocked at the monstrous insensitivity of the perpetrators.
Have been monitoring with @CPDelhi and the accused have been apprehended. All aspects are being thoroughly looked into.— LG Delhi (@LtGovDelhi) January 1, 2023
“પીડિતાના પરિવારને દરેક શક્ય સમર્થન/મદદ સુનિશ્ચિત કરવામાં આવશે. હું બધાને અપીલ કરું છું કે તકવાદનો આશરો ન લે. ચાલો આપણે સાથે મળીને વધુ જવાબદાર અને સંવેદનશીલ સમાજ તરફ કામ કરીએ,” એમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સ્કૂટી પર જઇ રહેલી 20 વર્ષીય મહિલાને કારની ટક્કર મારી હતી. મહિલા કારના પૈડામાં ફસાઈને રસ્તા પર થોડા કિલોમીટર સુધી ખેંચાઈ ગઈ હતી. આ ઘટના બાદ યુવતીની હાલત એટલી ખરાબ હતી કે તેને ખેંચ્યા બાદ તેના કપડા અને શરીરનો પાછળનો ભાગ પણ ફાટી ગયો હતો. તેનું મૃત્યુ થયું હતું, એવી પોલીસે રવિવારે માહિતી આપી હતી.