ઝારખંડના લોહરદગામાં 25 વર્ષની યુવતીની તેના બોયફ્રેન્ડે હત્યા કરી હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ઓળખાણ છુપાવવા માટે યુવતીના ચહેરાને એસિડથી બાળી નાંખ્યો હતો. આ મામલે પોલીસે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાંચીની કોલેજમાં પીજી ભણી રહેલી છોકરી આરોપી દીપ નારાયણના સંપર્કમાં આવી હતી. રવિવારે તે દીપ સાથે ગઈ હતી, જે બાદ તે ગુમ થઈ હતી. આરોપીએ યુવતીની હત્યા કરીને મૃતદેહ સુમસાન દગ્યામાં ફેંકી દીધો હતો. યુવતીની ઓળખાણ ન થાય તે માટે ચહેરાને એસિડ નાંખી જલાવી દીધો હતો. જોકે યુવતીના કપડાં જોઈને તેના માતા-પિતાએ ઓળખી હતી. પોલીસે હત્યા પહેલા યુવતી સાથે રેપ થયો હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે.