Homeઆપણું ગુજરાતમુંદરા ડ્રગ્સ કેસ

મુંદરા ડ્રગ્સ કેસ

ટેરર ફંડિંગ માટે ડ્રગ્સનો કારોબાર થતો હતો, કોર્ટમાં એનઆઇએ દ્વારા પૂરક ચાર્જશીટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કચ્છના મુંદરા બંદરેથી ઝડપાયેલા આશરે ત્રણ હજાર કિલો હેરોઈનની કાળી કમાણી દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપનાર લશ્કરને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવનારો હતો. આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કોર્ટમાં રજૂ કરેલી પૂરક ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે હેરોઈનનું ક્ધસાઈનમેન્ટ જ્યારે દિલ્હી પહોંચ્યું ત્યારે તેને વેચવાથી મળેલા પૈસાથી લશ્કરને ભંડોળ પૂરું પાડવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.
એનઆઈએએ અમદાવાદની એક સ્પેશિયલ કોર્ટમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સ્થિત ઓપરેટિવ મોહમ્મદ ઇકબાલ અવાન, દુબઈના વિત્યેશ કોસર ઉર્ફે રાજુ દુબઈ અને દિલ્હીના હરપ્રીતસિંહ સહિત ૨૨ આરોપી અને કંપનીઓ વિરુદ્ધ પોતાની બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
એનઆઈએએ ચાર્જશીટમાં કહ્યું છે કે, અફઘાનિસ્તાનથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગના માધ્યમથી ગેરકાયદે હેરોઇનના જથ્થાની તસ્કરી એ એક સંગઠિત ગુનાઇત કાવતરું હોવાનું વધુ તપાસમાં જાણવા મળ્યું છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, હેરોઇનના વેચાણથી મળનારા રૂપિયા લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ્સને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે આપવામાં આવે છે. એનઆઈએએ એવું પણ કહ્યું હતું કે, દિલ્હીની નાઇટ ક્લબોનો માલિક અને મુખ્ય આરોપી હરપ્રીત સિંહ ઉર્ફે કબીર તલવાર ભારતમાં હેરોઇનની તસ્કરી માટે કોમર્શિયલ ટ્રેડ ટનો ઉપયોગ કરવા માટે દુબઈ ગયો હતો. તે દિલ્હીમાં ક્લબ્સ, રિટેલ શોરૂમ અને ઇમ્પોર્ટ ફર્મ્સ જેવા ઘણા વેપાર-ધંધા કરે છે. તેણે આ કંપનીઓ તેના કર્મચારીઓ, સંબંધીઓ અને મિત્રોના નામે ખોલી છે, જેનું સંચાલન તે એકલો કરે છે. આ કંપનીઓનો ઉપયોગ તે નશીલા પદાર્થો, પ્રતિબંધિત વસ્તુઓની તસ્કરી માટે કરે છે. તેની આવી ડઝનો કંપનીઓની ઓળખ કરી તપાસ કરવામાં આવી છે, જેમાંની એક મેસર્સ મેગન્ટ ઇન્ડિયા છે, જેનું નામ ચાર્જશીટમાં છે. આ કંપની દ્વારા તે અફઘાનિસ્તાનથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન ભારત આયાત કરવાની આડમાં હેરોઇન ઘુસાડતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૧માં અફઘાનિસ્તાનથી ઈરાનના માર્ગે મુંદરા બંદરે આવેલા જહાજમાંથી લગભગ ૩૦૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. એનઆઇએ દ્વારા ગયા વર્ષે આ કેસમાં દિલ્હીમાં એક નાઈટ ક્લબ માલિકની ધરપકડ કરી હતી, જેણે ભારતમાં હેરોઈનની દાણચોરી કરવા માટે કોમર્શિયલ ટ્રેડ રૂટનો ઉપયોગ કર્યો હતો. કબીર તલવારની ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે ૧૪ માર્ચે આ કેસમાં ૧૬ વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી ૨૯ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ નવ આરોપીઓ વિરુદ્ધ પ્રથમ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -