Homeઆમચી મુંબઈચોમાસામાં મુંબઈગરાને હવામાનના અપડેટસ એસએમએસ દ્વારા મળશે

ચોમાસામાં મુંબઈગરાને હવામાનના અપડેટસ એસએમએસ દ્વારા મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન ઘરની બહાર નીકળવું કે નહીં તેનો નિર્ણય હવે મુંબઈગરા તેમને એડવાન્સમાં જ મળનારી હવામાનની અપડેટથી કરી શકશે. મુંબઈ મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન મુંબઈના નાગરિકોને હવામાનને લગતી તમામ પ્રકારની માહિતી સમયાંતરે મોબાઈલ પર એસએમએસથી મોકલવાનો નિર્ણય લીધો છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી આ વર્ષે ચોમાસા માટે ખાસ કંટ્રોલ રૂમ તેમ જ હવામાનનું સમયાંતરે અલર્ટ આપનારી યંત્રણા સજ્જ કરવામાં આવી છે. વોર્ડ સ્તરે કટોકટીની પરિસ્થિતિમાં ભંડોળ ઉપલબ્ધ કરી આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમ જ નાગરિકોને ચોમાસા દરમિયાન સમયસર અપડેટ્ આપનારી મેસેજની સિસ્ટમ પણ આ વખતે ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે. મુંબઈના અમુક ચોક્કસ ભાગ માટે હવામાનથી સંબંધિત અપડેટ આપનારી આ સિસ્ટમ છે. તેથી જે-તે પરિસરના નાગરિકોને એસએમએસ ઉપલબ્ધ થવાનું શક્ય થવાનું છે. એક એસએમએસ ઍપની મદદથી નાગરિકોને તેમના મોબાઈલ પર એસએમએસ એલર્ટ મળશે.

પર્યાવરણમાં થયેલા ફેરફારની અસર દરેક ઋુતૂ પર જણાઈ રહ્યો છે. તેથી મુંબઈની વિવિધ સરકારી એજન્સીઓને ચોમાસાના ચાર મહિના દરમિયાન પૂરપરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે પાલિકાના અધિકારી-કર્મચારી વર્ગને આપ્યો હતો.

મંગળવારે કમિશનરની અધ્યક્ષતામાં ચોમાસાં પહેલા જુદી જુદી સરકારી એજન્સીઓના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં કમિશનરે તમામ લોકોને ચોમાસા દરમિયાન પૂરજનક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -