મેટ્રો સાથે અંતિમ છોર સુધીની કનેક્ટીવીટી વધારવા માટે પાંચ મેટ્રો સ્ટેશન પર શુક્રવારથી પાર્કીંગ વ્યવસ્થા શરુ કરવામાં આવી છે. અહીં મીનીમમ ચાર્જીસમાં તમારા ટુ-વ્હિલર, ફોર-વ્હિલર અને બસ પાર્ક કરી શકશે. આ પાર્કીંગ લોટમાં એક સાથે 483 વાહનો પાર્ક કરી શકાશે.
માગાથાણે મેટ્રો સ્ટેશન પર 126 વહાનો, ઓશીવરામાં 115, ગોરેગાંવ વેસ્ટમાં 116, મલાડ વેસ્ટમાં 86 અને બોરીવલી વેસ્ટમાં 40 વાહનો એક સાથે પાર્ક કરી શકાશે. એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ આ પાર્કિંગ લોટ બેસ્ટ બસ ડેપો પર ઉભા કરવામાં આવ્યા છે. જે મેટ્રો સ્ટેશનથી નજીક છે અને આ પાર્કીંગ તમે બેસ્ટના મોબાઇલ એપ પરથી પણ વાપરી શકશો જેનું નામ છે PARK + આ અંગે વધુ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ પાર્કીંગ લોટ પર ટુ-વ્હિલર માટે પહેલાં ત્રણ કલાક માટે નો દર 20 રુપિયા રાખવામાં આવ્યો છે.
ફોર-વ્હિલર માટે 30 રુપિયા અને બસ માટે 60 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. ત્રણ કલાક બાદ ટુ-વ્હિલર માટે 25, ફોર-વ્હિલર માટે 40 અને બસ માટે 95 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. આ દર કલાકને આધારે નક્કી થયો છે. જેમાં 12 કલાક અને 12+ પણ છે. ઉપરાંત માસીક પાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પાર્કીંગ પ્લેસને કારણે મુસાફરો માટે તેમના ઘરે થી કે નોકરીના સ્થળેથી મેટ્રો સ્ટેશન સુધી આવવાનો માર્ગ સરળ થઇ જશે. હવે મુસાફરોને અન્ય કોઇ ટ્રાન્સપોર્ટ પર આધાર રાખવો નહીં પડે.’