મુંબઇગરાઓ માટો ખુશીના સમાચાર છે. મુંબઇમાં ધીમે પગલે ફૂલ ગુલાબી ઠંડીનું આગમન થઇ રહ્યું છે અને આવનારા દિવસોમાં મુંબઇગરાને આલ્હાદક ઠંડી માણવા મળશે એવો હવામાન ખાતાનો વરતારો છે.
સોમવારે મુંબઇના સાંતાક્રુઝ ખાતે લઘુતમ 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. 29 નવેમ્બરે પણ મુંબઈના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
મુંબઈ શહેરમાં દિવસના તાપમાનમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ અને ઉપનગરોમાં 1.4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો.
“આગામી 24 કલાક માટે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે,” એમ મુંબઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રે બુધવારે સવારે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં ગઈકાલે તાપમાનમાં મહત્તમ 3.9 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. અહીં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ હતું.
સોલાપુર જિલ્લામાં ગઈ કાલે સૌથી વધુ 33.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.