Homeઆમચી મુંબઈમુંબઈગરા આ બે દિવસ પાણી સાચવીને વાપરજો, નહીં તો...

મુંબઈગરા આ બે દિવસ પાણી સાચવીને વાપરજો, નહીં તો…

મુંબઈઃ મુંબઈગરા માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે, કારણ કે મુંબઈગરા પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે. 30 અને 31મી જાન્યુઆરી એમ બે દિવસ માટે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણીકાપ મૂકવામાં આવશે, જેને કારણે મુંબઈમાં પાણીનો મેગાબ્લોક સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવશે, એવી ચર્ચા પણ થઈ રહી છે. આ બંને દિવસે 24 કલાક માટે પાણીપુરવઠો બંધ રાખવામાં આવશે.

મુંબઈ મહાપાલિકા દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ભાંડુપમાં આવેલા જલશુદ્ધિકરણ કેન્દ્રની પાઈપલાઈન જોડવાનું કામ કરવામાં આવશે. વધારાની 4000 મિલીમીટરની પાઈપલાઈનનું કામ કરવામાં આવશે, જેને કારણે બે દિવસ માટે મુંબઈગરા પર પાણીકાપનું સંકટ તોળાઈ રહ્યું છે.
તમે આ વિસ્તારમાં રહો છો કે….
31મી જાન્યુઆરીથી ચોથી ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારમાં પાણીપુરવઠા ઓછા દબાણથી કરવામાં આવશે. મુંબઈના ચોક્કસ કયા વિસ્તારમાં પાણી પુરવઠો નહીં થાય એ જાણી લઈએ-
પશ્ચિમ ઉપગનરઃ
કે પુર્વ, કે પશ્ચિમ, પી દક્ષિણ, પી ઉત્તર, આર દક્ષિણ, આર મધ્ય, આર ઉત્તર, એચ પૂર્વ, એચ પશ્ચિમ,
પૂર્વ ઉપનગરઃ એસ વિભાગ, એન વિભાગ, એલ વિભાગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -