Homeઆમચી મુંબઈગુરુવારથી શનિવાર સુધી આ વિસ્તારના રહેવાસીઓ પાણી સાચવીને વાપરજો...

ગુરુવારથી શનિવાર સુધી આ વિસ્તારના રહેવાસીઓ પાણી સાચવીને વાપરજો…

મુંબઈઃ મુંબઈગરાઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ મહત્ત્વના સમાચાર પ્રમાણે 9મી માર્ચ અને 11મી માર્ચ સુધી પાણીકાપ મૂકવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. 9મી માર્ચથી સવારે 10થી 11મી માર્ચ સવારે 10 વાગ્યા સુધી 10 ટકા પાણીકાપ લાગુ કરવામાં આવશે. થાણેના કોપરીપુલ પાસે થાણે મહાનગરપાલિકા દ્વારા નવા પૂલનું કામ શરૂ કરવામાં આવશે અને તેથી બીએમસીની 2,345 મિલીમીટર વ્યાસની મુંબઈ-2 પાઈપલાઈનને નુકસાન પહોંચ્યું હોઈ પાઈપલાઈનમાંથી ગળતર થઈ રહ્યું છે. આ ગળતરનું સમારકામ હાથ ધરવામાં આવવાનું હોઈ 9મી માર્ચ રોજે સવારે 10થી 11મી માર્ચ સવારે 10 વાગ્યા સુધી આ પાણીકાપ લાગૂ કરવામાં આવ્યો છે. આ સમારકામને કારણે બીએમસીની હદમાં આવતા પૂર્વ ઉપનગરો અને શહેર વિભાગના અમુક પરિસરમાં 10 ટકા પાણીકાપ લાગુ કરાશે. પરિણામે આ બે દિવસ મુંબઈગરાઓએ સાચવીને પાણી વાપરવું પડશે
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ બીજી અને ત્રીજી માર્ચના મુંબઈમાં ભાંડુપ, વિક્રોલી, કાંજુરમાર્ગ, ઘાટકોપર (વેસ્ટ), પવઈ, એલબીએસ રોડ, રમાબાઈ આંબેડકર નગર, શાસ્ત્રી નગર, સુભાષ નગર, આંબેવાડી, સર્વોદય નગર ખાતે પાણીકાપ લાગૂ કરવામાં આવ્યો હતો. હવે છ-સાત દિવસમાં જ બીજી વખત બીએમસી દ્વારા આ બીજો

પાણીકામ લાગુ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં થશે પાણીકાપ લાગૂઃ

પૂર્વ ઉપનગરના ટી વોર્ડ (મુલુંડ ઈસ્ટ-વેસ્ટ), એસ વોર્ડ (ભાંડુપ, નાહુર, કાંજુરમાર્ગ, વિક્રોલીનો પૂર્વ ભાગ), એન વોર્ડ (વિક્રોલી (ઈસ્ટ) ઘાટકોપર (ઈસ્ટ-વેસ્ટ), એલ વોર્ડ (કુર્લા-ઈસ્ટ), એમ-પૂર્વ વોર્ડ (આખો વિસ્તાર), એમ-પશ્ચિમ વોર્ડ (આખો વિસ્તાર)નો સમાવેશ થાય છે. શહેર વિભાગની વાત કરીએ તો એ વોર્ડ (બીપીટી અને નૌકાદળ વિસ્તાર), સંપૂર્ણ બી વોર્ડ, સંપૂર્ણ ઈ વોર્ડ, સંપૂર્ણ એફ (દક્ષિણ ભાગ), એફ (ઉત્તર ભાગ)માં પાણીકાપ લાગુ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -