મુંબઈઃ મુંબઈના વિક્રોલી પરિસરમાં લિફ્ટ પડી જતા મોટી હોનારત સર્જાઈ છે. આ હોનારતમાં એક જણનું મૃત્યુ થયું છે અને અમુક મજૂરો આ લિફ્ટ નીચે ફસાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વિક્રોલીમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીની પાર્કિક લિફ્ટ 23મા માળથી નીચે પડતા આ હોનારત થઈ હતી. સોસાયટીમાં હાઈડ્રોલિક પાર્કિંગ લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું. દુર્ઘટના સમયે લિફ્ટમાં ચાર કર્મચારીઓ બેઠેલા હતા, જેમાંથી એકનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે અન્ય ત્રણને બચાવી લેવા માટે સ્થાનિક પોલીસ, અગ્નિશામક દળના જવાનોને સફળતા મળી છે.
દરમિયાન ઈમારતમાં ચાલી રહેલાં લિફ્ટનું કામ ગેરકાયદેસર હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાઈ રહ્યોછે. તેથી પ્રશાસન અને પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરે છે એની ઉપર નાગરિકોનું નજર છે.