Homeઆમચી મુંબઈપશ્ચિમ ઉપનગરમાં હાઈ માસ્ટના થશે સ્ટ્રક્ચરલ ઑડિટ

પશ્ચિમ ઉપનગરમાં હાઈ માસ્ટના થશે સ્ટ્રક્ચરલ ઑડિટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અંધેરી અને જોગેશ્વરી (પશ્ચિમ)માં પાંચ વર્ષ અગાઉ બેસાડવામાં આવેલા ૧૧૪ હાઈ માસ્ટ (લાઈટ)ના સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો નિર્ણય પાલિકાએ લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.અંધેરી અને જોગેશ્વરી (પશ્ચિમ)માં ૧૧૪ હાયમાસ્ટમાંથી ૬૦ હાઈમાસ્ટ બગડી ગયા છે. તો ૫૪ હાયમાસ્ટ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યા હોવાનું કહેવાય છે. તેથી આ ૬૦ હાયમાસ્ટના સમારકામ પહેલાં જ તમામ હાઈ માસ્ટના સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંધેરી-જોગેશ્વરી પશ્ચિમ એટલે કે ‘કે-પશ્ચિમ’વોર્ડમાં ૨૦૧૩-૧૭માં હાStructural audit of high masts in the western suburbsઈ માસ્ટ બેસાડવામાં આવ્યા હતા, જે વારંવાર બગડી જતા હોય છે. તેમ જ અમુક હાયમાસ્ટ જોખમી સ્થિતિમાં હોવાની ફરિયાદ પાલિકા પાસેથી આવી હતી. તેમ મુજબ હાયમાસ્ટનું સમારકામ હાયમાસ્ટના ફાઉન્ડેશન સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવવાની છે. તે મુજબ આ વિસ્તારમાં પાલિકાના અધિકારીઓએ જગ્યાનું ઈન્સ્પેકશન કર્યું હતું, તેમાં ૫૪ હાયમાસ્ટ સારી સ્થિતિમાં હોવાના જણાય હતા. ૬૦ના સમારકામ કરવા પડવાના છે. છતાં સુરક્ષાની દૃષ્ટિએ તમામ ૧૧૪ હાયમાસ્ટના ફાઉન્ડેશન સ્ટેબિલિટી ટેસ્ટ કરવાની આવશ્યકતા છે. તે માટે પાલિકાએ કંપની નક્કી કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -