વડાપ્રધાન મોદીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની માહિતી મુંબઈ પોલીસને મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને વોટ્સએપ પર ઓડિયો એક મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે મોદીને મારવા કાવતરું ઘડ્યું છે.
આ મેસેજ બાદ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ છે. દાઉદ ઈબ્રાહિમે મુશ્તાક અહેમદ અને મુશ્તાક નામના બે આતંકીઓને પ્રધાનમંત્રીને મારવાની સોપારી આપી છે. આ મામલે વરલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવામાં આવી છે અને મેસેજ મોકલનારની શોધખોળ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીને ઓગસ્ટ મહિનામાં પણ જીવથી મારી નાંખવાની ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ચાર વર્ષ પહેલા રાજીવ ગાંધીની જેમ પીએમ મોદીની હત્યાનું કાવતરું કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી સરકારી વકીલે આપી હતી. જાન્યુઆરીમાં ભીમા-કોરેગાંવમાં હિંસાના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ બાદ આ માહિતી સામે આવી હતી.