મુંબઈઃ હોળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારના અનિચ્છનિય બનાવને ટાળવા માટે મુંબઈ પોલીસ દ્વારા એક નિયમાવલી બહાર પાડવામાં આવી છે અને આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ નવી નિયમાવલી પાંચમી માર્ચથી 11મી માર્ચ સુધી અમલમાં રહેશે.
જે કોઈ પણ આ નિયમોનું ઉલ્લંઘન કરશે કે કરવામાં મદદ કરશે એમની સામે મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
હોળી, ધુળેટી અને રંગ પંચમીનો તહેવાર પાંચમી માર્ચથી 11મી માર્ચ સુધી ઊજવવામાં આવે છે અને ઘણી વખત આ તહેવારની ઊજવણીના નામે અંધાધૂંધ કલર ફેંકવાની, પાણી ફેંકવાની કે અશ્લીલ ટિપ્પણીઓ પાસ ઓન કરવાને કારણે તોફાન થઈ શકે છે, એવું મુંબઈ પોલીસ દ્વારા નિયમાવલીમાં જણાવવામાં આવ્યું છે.
તમે પણ જોઈ લો મુંબઈ પોલીસના આ નિયમો-
- સાર્વજનિક સ્થળોએ અશ્લીલ શબ્દો ઉચ્ચારવા કે નારેબાજી કરવી, અશ્લીલ ગીતો વગાડવા
- ફ્લેક્સ, હાવભાવ કે કોઈ પણ અન્ય રીતે ચાળા પાડીને કોઈ પણ વસ્તુ કે વાતનું પ્રદર્શન કરવું
- રસ્તે ચાલી રહેલાં લોકો પર કલરવાળું પાણી કે રંગ ઉડાવવો
- રંગીન, સાદા કે અન્ય પ્રવાહીની મદદથી ફુગ્ગા તૈયાર કરવા કે ફેંકવા…