Homeઆમચી મુંબઈમુંબઈગરા માટે મુંબઈ મનપા યોજશે ‘હાફ મૅરેથોન’

મુંબઈગરા માટે મુંબઈ મનપા યોજશે ‘હાફ મૅરેથોન’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં સંપન્ન થયેલી મૅરેથોનમાં ભાગ લેનારા દોડવીરો માટે આનંદના સમાચાર છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘ફિટ ઈન્ડિયા’ થીમ હેઠળ હાફ મૅરથોનનું આયોજન કરવામાં આવવાનું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑગસ્ટ, ૨૦૧૯માં દેશમાં ‘ફિટ ઈન્ડિયા’ ઝુંબેશ ચાલુ કરી હતી, જેમાં આરોગ્ય, કસરત, વિવિધ સ્પોર્ટસને લઈને જનજાગૃતિ લાવવા માટે અને દેશી રમતને પ્રોત્સાહન આપવાનો વિચાર હતો. હવે આ જ ‘ફિટ ઈન્ડિયા’ થીમ હેઠળ મુંબઈગરાના આરોગ્યને લઈને જનજાગૃતિ લાવવા માટે મુંબઈમાં ‘હાફ મૅરેથોન’નું આયોજન કરવાનો આદેશ પાલિકા કમિશનર અને પ્રશાસક ડૉ. ઈકબાલસિંહ ચહલે આપ્યો છે. તે મુજબ ૨૬ ફેબ્રુઆરીના મુંબઈમાં મૅરેથોનની પૂર્વ તૈયારી તરીકે ‘પ્રોમો રન’નું આયોજન કરવામાં આવ્યું છે.
‘પ્રોમો રન’ ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર અને ૧૦ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં યોજવામાં આવશે. પહેલા આવનારાને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે, જે હેઠળ પાંચ હજાર નાગરિકો રજિસ્ટ્રેશન કરાવી શકશે.
કમિશનરના આદેશ મુજબ ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં ‘ફિટ મુંબઈ બીએમસી હાફ મૅરેથોન’ની પૂર્વ તૈયારી તરીકે ં ‘પ્રોમો રન’નું આયોજન કરવાનું પ્રસ્તાવિત છે. આ દોડમાં સામાન્ય મુંબઈગરા સહિત મહાનગરપાલિકા, મુંબઈ પોલીસ દળના અધિકારી, કર્મચારી ભાગ લઈ શકશે.
આ ‘પ્રોમો રન’નો આરંભ સવારના સાત વાગે મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયના પ્રવેશદ્વારા પાસેના સેલ્ફી પોઈન્ટથી થશે.
‘પ્રોમો રન’નું આયોજન એ ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર અને ૧૦ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં કરવામાં આવશે, જેમાં ૧૦ કિલોમીટરનો તબક્કાની શરૂઆત સવારના સાત વાગે, પાંચ કિલોમીટરના તબક્કાની શરૂઆત સવારના ૭.૧૫ વાગે અને ત્રણ કિલોમીટરના તબક્કાની શરૂઆત સવારના ૭.૩૦ વાગે કરવામાં આવશે.
આ ‘પ્રોમો રન’માં ભાગ લેવા ઈચ્છુકોને ઓટોમેટિક કમ્પ્યુટર સિસ્ટમ પદ્ધતિએ નોંધ કરતું મશીન આપવામાં આવશે. આ મશીન દોડવાની શરૂઆત કરશે ત્યારથી લઈને તેની ફિનિશ લાઈન સુધી કેટલો સમય લાગ્યો તેની નોંધ ઓટોમેટિક કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -