Homeઆમચી મુંબઈમુંબઈ મેટ્રો-થ્રીઃ પ્રારંભિક ટ્રાયલ રન પૂરો

મુંબઈ મેટ્રો-થ્રીઃ પ્રારંભિક ટ્રાયલ રન પૂરો

મુંબઈઃ મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (કોલાબા-બાંદ્રા-સીપ્ઝ)ને દોડાવવા માટે પ્રશાસન દ્વારા જોરદાર કમર કસવામાં આવી રહી છે, જે અંતર્ગત બુધવારે શરુઆતના ટ્રાયલ રનની કામગીરી પૂરી કરવામાં આવી છે.
કોલાબા-બાંદ્રા-સિપ્ઝને જોડતી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનને અગિયારમી ડિસેમ્બરને લીલી ઝંડી આપવામાં આવી હતી. દસ દિવસમાં પ્રારંભિક ટ્રાયલની કામગીરી પૂરી કરવામાં આવી છે. મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ
મેટ્રો ટ્રેનને કારણે પ્રદૂષણમાં ઘટાડાની સાથે સાથે વાહનોની રોજની અવરજવરમાં પણ ઘટાડો થશે. વાહનોની અવરજવરમાં ઘટાડાને કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો થશે, જ્યારે એકંદરે ઈંધણના ખર્ચમાં પણ ઘટાડો થશે, એમ
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસીએલ)ના અધિકારીએ જણાવ્યું હતું.
સમગ્ર કોરિડોરમાં એલઈડી લાઈટિંગ સિસ્ટમ બેસાડવામાં આવી છે, જે વીજળીના વપરાશમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. મુંબઈની સૌથી પહેલી મેટ્રો-થ્રી એટલે અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનનો 33.5 કિલોમીટરનો કોરિડોર રહેશે.
દક્ષિણ મુંબઈમાં નેવી નગરથી આરેને જોડવામાં આવશે. મેટ્રો-થ્રી લાઈન સમગ્ર તૈયાર કરવામાં આવ્યા પછી મુંબઈમાં પશ્ચિમ રેલવેમાં બાંદ્રા અને ચર્ચગેટ વચ્ચેના લોકલ ટ્રેનના પેસેન્જર ટ્રાફિકમાં પણ ઘટાડો થશે. આ
પ્રોજેક્ટમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને ધારાવી સ્ટેશનની વચ્ચે મીઠી નદીમાંથી 170 મીટર લાંબી ટવિન ટનલનું પણ નિર્માણ કાર્યનો આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -