એક આવકારદાયક સમાચારમાં મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ મેટ્રો લાઇન 2એ અને 7 પરના ત્રણ સ્ટેશનના નામ બદલવાને મંજૂરી આપી છે.
એમએમઆરડીએ દ્વારા જારી કરવામાં આવેલી એક સૂચનામાં જણાવવામાં આવ્યું હતું કે મેટ્રો સ્ટેશનના નામ બદલવાની દરખાસ્ત વિચારણાધીન હતી અને હવે તેને મંજૂરી આપી દેવામાં આવી છે.
મેટ્રો સ્ટેશનના નામ બદલવાથી હવે રોજ પ્રવાસ કરતા નાગરિકોને રાહત મળશે કારણ કે તેમના માટે હવે સ્ટેશનને ઓળખવાનું અને શોધવાનું સરળ બનશે.
મેટ્રો લાઇન 2એ પર સ્થિત પહાડી એક્સર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને શિમ્પોલી કરવામાં આવ્યું છે. વળનાઇ સ્ટેશનનું નામ બદલીને વળનાઇ-મીઠ ચોકી કરવામાં આવ્યું છે અને પહાડી ગોરેગામ સ્ટેશનનું નામ બદલીને બાંગુર નગર કરવામાં આવ્યું છે.
મુસાફરોએ અગાઉ આ સ્ટેશનોના મૂળ નામ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ નામ અજાણ્યા છે અને સ્થાનિક લોકોમાં જાણીતા નથી, જેને કારણે મુંઝવણ અને અસુવિધા થાય છે.