મુંબઈ: ગયા સપ્તાહે મુંબઈ મેટ્રોમાં એક સાથે બે નવા કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા પછી ધીમે ધીમે મેટ્રોમાં ટ્રાવેલ કરનારાની સંખ્યા વધી રહી છે, જેમાં એક જ સપ્તાહમાં બંને લાઈન (Metro Two & Seven)નાં અધૂરા બંને કોરિડોર ચાલુ કરવામાં આવ્યા હતા, જેમાં અત્યાર સુધી પ્રવાસ કરનારા કુલ પ્રવાસીની સંખ્યાએ એક કરોડનો આંકડો પાર કર્યો છે. એક અઠવાડિયામાં આ રુટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યાએ પણ 10 લાખનો આંકડો વટાવ્યો છે.
મુંબઈના પરિવહન ક્ષેત્રે ખાસ કરીને સસ્તા અને ઝડપી પ્રવાસ માટે લોકલ ટ્રેન અને બેસ્ટ બસ મોખરે છે ત્યારે ત્રીજા નંબરે મેટ્રો ટ્રેન પ્રયાણ કરી રહી છે. અગાઉ ઘાટકોપર અને વર્સોવા મેટ્રો one લાઈનમાં રોજના ચાર લાખ પ્રવાસીની વિક્રમી સંખ્યા પાર થઈ હતી, જેમાં બંને લાઈન (નવી મેટ્રો TwoA એન્ડ સેવન) જૂની મેટ્રો લાઈનને જોડતી હોવાને કારણે પ્રવાસીને અવરજવર કરવામાં રાહત રહે છે, જ્યારે વેસ્ટર્ન રેલવેનાં સ્ટેશનની પણ કનેક્ટિવિટીને કારણે સૌથી વધારે પ્રવાસીઓ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે, એમ અધિકારીએ જણાવાયું હતું.
રોજ નવી મેટ્રો લાઈનમાં ૨૨ ટ્રેનના સેટ મારફત ૨૪૫ મેટ્રો ટ્રેનની સર્વિસ દોડાવાય છે. અલબત્ત બંને લાઈનમાં અત્યાર સુધીમાં ૧,૦૦,૦૩,૨૭૦ જેટલા પ્રવાસીએ મેટ્રોમાં મુસાફરી કરી છે, જે એક વિક્રમ કહી શકાય, જયારે મુંબઈ 1 કાર્ડ (મેટ્રોમાં ટ્રાવેલ સાથે લોકલ ટ્રેન અને બેસ્ટમાં ટ્રાવેલ)નાં પણ ૭૫૭૩૯ જેટલા યૂઝર્સ નોંધાયા છે, એટલે ૭૫૦૦૦થી વધુ લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, જ્યારે આ કાર્ડનાં વપરાશથી દરેક ટ્રીપમાં પણ ડિસ્કાઉન્ટ મળે છે તેથી નિરંતર લોકો આ કાર્ડનો વપરાશ વધારી રહ્યા છે.
અહીં એ જણાવવાનું કે ગયા સપ્તાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો 2A & 7 લાઈન (બીજા તબક્કા)નું ઉદ્ઘાટન કર્યું હતું.