Homeઆમચી મુંબઈઈ-શોપિંગ સાઈટના 'હેલ્પલાઈન' નંબરનો સંપર્ક કર્યો તો 3.50 લાખ રૂપિયા ગુમાવવાનો વારો...

ઈ-શોપિંગ સાઈટના ‘હેલ્પલાઈન’ નંબરનો સંપર્ક કર્યો તો 3.50 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો

મુંબઈમાં એક 56 વર્ષીય વ્યક્તિએ ઈ-શોપિંગ પોર્ટલ દ્વારા ખરીદેલી ટી-શર્ટ પરત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો હતો અને તેના બેંક ખાતામાંથી 3.5 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય કરતો એક વ્યક્તિ લાઇમરોડના હેલ્પલાઇન નંબર માટે ઇન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે જાળમાં ફસાઈ ગયો હતો જ્યાંથી તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં ઓફરનો લાભ લઈને કેટલાક ટી શર્ટ ખરીદ્યા હતા. તેણે ઇ-કોમર્સ વેબસાઇટ પર બે ટી-શર્ટની ખરીદી પર એક ટી-શર્ટ ફ્રીની જાહેરાત વાંચી, ત્રણ ટી-શર્ટનો ઑર્ડર આપ્યો હતો. જ્યારે તેને મંગાવેલા માલની ડિલીવરી મળી ત્યારે તેમાં ત્રણની જગ્યાએ માત્ર બે જ ટી-શર્ટ હતા. તેણે ઓર્ડર રદ કરવાનો નિર્ણય લીધો હતો. ફરિયાદીએ ઇન્ટરનેટ પર મળેલા કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો હતો. ફોન ઉપાડનાર અને છેતરપિંડી કરનાર વ્યક્તિએ LimeRoad એક્ઝિક્યુટિવનો ઢોંગ કર્યો હતો અને પીડિતને AnyDesk એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. આ એક તૃતીય-પક્ષ એપ્લિકેશન છે જે અન્ય વ્યક્તિને તમારી મોબાઇલ પ્રવૃત્તિઓ જોવાની મંજૂરી આપે છે. છેતરપિંડી કરનારે ફરિયાદીને તેના ઈ-વોલેટનો ઉપયોગ કરીને થોડી ફી મોકલવા કહ્યું. જેમ જેમ ફરિયાદીએ તેના ફોનપે એકાઉન્ટમાં તેની બેંક વિગતો પંચ કરી, છેતરપિંડી કરનારે તે જોઈ અને તેનો ઉપયોગ કરીને ચાર વ્યવહારો જનરેટ કર્યા અને કુલ રૂ. 3.50 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે તેને અચાનક ડેબિટ કરેલી રકમના સંદેશા મળ્યા, ત્યારે તેમણે તેમના પુત્રને જાણ કરી અને સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું તથા તુરંત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસના પ્રયાસો છતાં ફરિયાદી તેના સાડા ત્રણ લાખ રૂપિયા પાછા મેળવી શક્યો નહોતો.
પોલીસે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડનો ભોગ બનેલી વ્યક્તિએ તુરંત 1930 પર ફોન કરીને તેમના પૈસા વસૂલવાનો પ્રયાસ કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -