લોકલ ટ્રેનમાં ગીત પર ઝૂમ્યા
મુંબઈ લોકલ મુંબઈવાસીઓ માટે બીજા ઘર સમાન છે. દિવસનો અડધો ભાગ પ્રવાસમાં પસાર થાય છે. મુંબઈની આસપાસ સ્થિત મુંબઈવાસીઓ અને શહેરના રહેવાસીઓ માટે લોકલ એ લાઈફલાઈન છે. મુંબઈ લોકલ દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. લોકલ ટ્રેનમાં કોઇ એકબીજાને ઓળખતું ના હોવા છતાં બધા વચ્ચે સમભાવ હોય છે. ઘણા અજાણ્યા ચહેરા સાથએ ટ્રાવેલિંગ કરતા નજીકના મિત્રો બની જાય છે અને મિત્રતાની નવી સફર શરૂ થાય છે. ઑફિસનો બધો થાક લોકલમાં ગપ્પાં મારવામાં અને ગીતો ગાવામાં વીતી જાય છે. મુંબઈ લોકલના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. મુંબઈની આ લોકલમાં દુનિયા કંઈક અલગ છે. આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિ આનો અનુભવ કરે છે. આ દરમિયાન, કેટલાક મુસાફરોનો ગીત ગાતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં, કેટલાક મુંબઈકર મુસાફરી દરમિયાન બોલિવૂડના હિટ ગીત ‘દો ઘંટ મુઝે ભી પિલા દે શરાબી’ પર ડાન્સ કરતા જોવા મળે છે. આ સમયે કેટલાક વૃદ્ધો પણ યુવાનો સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આમાં એક વૃદ્ધ દાદા વયની મર્યાદાઓને તોડીને ગીત માણતા જોવા મળે છે, જ્યારે એક કાકા આ ગીતને સંગીત આપવા માટે લોકલ બસની બારી પાસે ટ્રેનના કંપાર્ટમેન્ટના પતરાને વગાડી રહ્યા છે. આ વીડિયો જોઈને તમને ચોક્કસ મજા આવશે. આ વીડિયો aamchi_mumbai નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે . વાયરલ વીડિયોને લાખો મુંબઈકરોએ લાઈક કર્યો છે, ઘણા લોકોએ આના પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ મુંબઈકરોની ભાવના છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.