મુંબઇના લાખો લોકો માટે એક સારા સમાચાર છે. મુંબઇની લાઇફ લાઇન ગણાતી લોકોલ ટ્રેન માટે રેલવે દ્વારા બુધવારે ચર્ચગેટથી યાત્રી એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી હવે તમે તમારી લોકોલ ટ્રેનનું લાઇવ લોકેશન જાણી તેને ટ્રેક કરી શકશો. હવે યાત્રી એપ એક અધિકારીક મુંબઇ લોક એપ બની ગઇ છે. લોકોલમાં પ્રવાસ કરનારા રોજીંદા યાત્રીઓ આજથી જ આ એપના માધ્યમથી પશ્ચિમ રેલવે મુંબઇ ઉપનગરીય લોકલ ટ્રેન માટે લાઇવ ટ્રેકીંગ સુવિધાનો ઉપયોગ કરી શકશે.
વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસનોટ મુજબ આ એપ મુસાફરોને આંગળીના ટેરવે તેમની મુસાફરીનું આયોજનમ કરવામાં મદદરુપ થવા માટે ઘણી બધી સુવિધાઓ સાથે આવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા પોતાના તમામ ઇએમયૂ રોકોંમાં જીપીએસ ટ્રેકીંગ ડિવાઇસ લગાવવામાં આવ્યો છે. જેને કારણે આ એપ લોકલ ટ્રેનનું રિયલ-ટાઇમ લોકેશન જણાવવામાં સક્ષમ રહેશે.
GM/WR Shri Ashok Kumar Misra launched the ‘Yatri’ app at Churchgate Station Concourse today.
‘Yatri’ app is a live-tracking application for Mumbaikars to track their local trains for daily commuting. pic.twitter.com/ipMkArvLmJ
— Western Railway (@WesternRly) April 5, 2023
મુસાફરોને ટ્રેન લાઇવ અપડેટ, એનાઉન્સમેન્ટ, નવો ટાઇમ ટેબલ, પ્રમુખ રેલવે સ્ટેશનના ફોટો અને સિમ્બોલ અને સુવિધાઓ અંગે પ્રામાણિક જાણકારી મળી રહેશે. સાથે સાથે આ એપ દ્વારા આસ-પાસના આકર્ષણના સ્થળ, મુંબઇ મેટ્રો, બસ સેવા વગેરેની વધારાની જાણકારી પણ પ્રાપ્ત થશે.
આ એપ દ્વારા માત્ર મેપ પર ટ્રેનનું લાઇવ લોકોશન જ નહીં પણ મૂવિંગ એક્શનમાં પણ તમે ટ્રેનને જોઇ શકશો. માત્ર ત્રણ ફેઝમાં મુસાફરો લાઇવ લોકેશન જોઇ શકાશે. આ એપ દિવ્યાંગો માટે પણ ખૂબ ઉપયોગી નિવડશે. એપમાં વોઇસ કમાન્ડ દ્વારા ફોન ચલાવનાર દિવ્યાંગો જે લોકો ગૂગલ આસિસ્ટેન્ટનો ઉપયોગ કરે છે તે પણ ટ્રેનનું લાઇવ લોકેશન આસાનીથી ટ્રેક કરી શકશે. તેમણે યાત્રી રેલવે લે સે બાક કરે (ટોક ટુ યાત્રી રેલવેઝ) નો કમાન્ડ આપવાનો રહેશે અને ટ્રેન નંબર બોલવો પડશે. ગૂગલ આસિસ્ટન્ટ યાત્રી એપના માધ્યમથી લાઇવ લોકેશન મેળવી શકશે. અને ઉપભોક્તાને જોરથી બોલીને સૂચના આપશે. આ એપ દ્વારા તમે નજીકના સ્ટેશન પણ શોધી શકશો. તથા તમારા પસંદની ટ્રેન પણ શોધી શકશો.