મુંબઈઃ સબર્બન રેલવે નેટવર્ક પર રેલવે ટ્રેકનું મેઈન્ટેનન્સ, સિગ્નલ સિસ્ટમનું કામકાજ હાથ ધરાવવાનું હોઈએ આવતીકાલે ત્રણેય લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે મધ્ય રેલવે પર થાણે-કલ્યાણ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર, હાર્બર લાઈન પર કુર્લા-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર અને પશ્ચિમ રેલવે પર બોરીવલી-જોગેશ્વરી વચ્ચે પાંચમી લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ મેગા બ્લોકને કારણે લોકલ ટ્રેનની અવરજવર પર અસર જોવા મળશે, એટલે એની માહિતી મેળવીને જ કાલનો ટ્રાવેલ પ્લાન કરજો. આવો જોઈએ ક્યાંથી ક્યાં હશે આ મેગા બ્લોક-
મધ્ય રેલવે પર સવારે 10.40 કલાકથી 3.40 કલાક સુધી થાણે-કલ્યાણ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ફાસ્ટ લોકલ પોતાના નિર્ધારિત હોલ્ટ ઉપરાંત દિવા, મુંબ્રા અને કલવા ખાતે પણ હોલ્ટ લેશે. થાણે બાદ આ લોકલ ટ્રેન ફરી ફાસ્ટ ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે.
જ્યારે હાર્બર લાઈન પર કુર્લા વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11.10થી સાંજે 4.10 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટીથી પનવેલ, બેલાપુર- વાશી વચ્ચે અને વાશી-બેલાપુર-પનેવલથી સીએસએમટી માટે રવાના થનારી લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. આ બ્લોક દરમિયાન સીએસએમટીથી કુર્લા અને વાશીથી પનવેલ વચ્ચે સ્પેશિયલ લોકલ દોડાવવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન થાણે-વાશી, નેરુલ વચ્ચે ટ્રાન્સ હાર્બર લાઈન પર ટ્રેનો નિર્ધારિત સમય પ્રમાણે જ દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવે પર જોગેશ્વરી-બોરીવલી વચ્ચે પાંચમી લાઈન પર સવારે 10.35થી બપોરે 3.35 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય લોકલ ટ્રેનો રદ્દ રહેશે.