નેરળ રેલવે સ્ટેશન નજીક માલગાડીના એન્જિનમાં તાંત્રિક ખામી સર્જાતા મેઈન લાઈનનો રેલ વ્યવહાર ફરીથી ખોરવાઈ ગયો છે. છેલ્લાં ત્રણ-ચાર કલાકથી કર્જતથી મુંબઈ સીએસએમટી તરફ જતી ટ્રેન સેવાને અસર થતાં પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી મધ્ય રેલવેની ટ્રેન સેવા અનેક કારણોસર મોડી પડવાને કારણે પ્રવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નોકરિયાત વર્ગને વધુ હાલાકી થઈ રહી હોવાથી મધ્ય રેલવેના કારભાર સમક્ષ નારાજી વ્યક્ત કરી છે. ગુરુવારે સવારે ફરી એક વાર મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.