Homeઆમચી મુંબઈAppleના સ્ટોરનો ફર્સ્ટ લૂક જાહેર થયો

Appleના સ્ટોરનો ફર્સ્ટ લૂક જાહેર થયો

Devansh Desai

ટેક જાયન્ટ Appleએ આજે ભારતમાં તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને આ પ્રસંગે તેણે ભારતમાં પ્રથમ વાર ખુલનારા એપલ સ્ટોરનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો. નોંધનીય છે કે આવતી કાલે મુંબઇના બીકેસીમાં Appleનો પ્રથમ સ્ટોર ચાલુ થશે. આ પ્રસંગે Appleના CEO ટિમ કૂકે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. Apple કંપનીએ દેશમાં તેના ઉત્પાદનો પણ લોન્ચ કર્યા હતા, જેમાં iPhone 14, Apple Watch Series 8 અને AirPods 3નો સમાવેશ થાય છે.

Apple-BKC-Mumbai-India-media-preview-Mumbai-Risingકુકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એપલ માટે ભારતનું હંમેશાથી વિશેષ સ્થાન રહ્યું છે, અને છેલ્લા 25 વર્ષથી આ અતુલ્ય દેશનો એક ભાગ હોવાનો અમને ગર્વ છે. અમે ભારતની સંસ્કૃતિની સુંદરતા અને અહીંના લોકોના અદ્ભુત ઉત્સાહથી પ્રેરિત છીએ અને અમે આ મહત્ત્વપૂર્ણ બજારમાં Appleની શ્રેષ્ઠ વસ્તુઓ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

Apple-BKC-Mumbai-India-media-preview-Mumbai-Rising
Photo: Apple Website

મુંબઈના બીકેસી ખાતે આવેલા જીયો વર્લ્ડમાં આયોજિત આ લોન્ચ ઈવેન્ટમાં Apple અને તેની ભાગીદાર કંપનીઓના ટોચના અધિકારીઓ તેમજ ભારતીય ટેક પત્રકારો અને બ્લોગર્સના પસંદગીના જૂથે હાજરી આપી હતી. ફર્સ્ટ લૂકમાં Appleના ઉત્પાદનોને પ્રભાવશાળી ડિસ્પ્લેમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સ્ક્રીન અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે ઉપકરણોની વિશેષતાઓ દર્શાવવામાં આવી હતી.

Apple-BKC-Mumbai-India-media-preview-Mumbai-Risingઆ પ્રસંગે કુકે કહ્યું હતું કે, “અમે અમારા નવીનતમ ઉત્પાદનોને ભારતમાં લાવવા માટે રોમાંચિત છીએ, અને અમે માનીએ છીએ કે અમારા ઉત્પાદનો અહીંના ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય થશે. અમારું ધ્યેય ગ્રાહકોને હંમેશા શ્રેષ્ઠ ટેકનોલોજી પ્રદાન કરવાનો રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે આ નવા ઉત્પાદનો તેમની અપેક્ષાઓ કરતાં વધું સારુ પર્ફોર્મન્સ આપશે.” મુંબઇના Appleના સ્ટોરના 100 સ્ટાફ મેમ્બર્સ 20 જુદી જુદી ભાષાઓમાં ગ્રાહકો સાથે વાતચીત કરવા સક્ષમ છે. Appleનો બીજો સ્ટોર રાજધાની દિલ્હીમાં 20 એપ્રિલે ખુલ્લે મૂકવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -