Homeઆમચી મુંબઈહવે હોટેલ-રેસ્ટોરાંમાં જમવા જવાનું પડશે મોંઘું, જાણો કારણ અહીં...

હવે હોટેલ-રેસ્ટોરાંમાં જમવા જવાનું પડશે મોંઘું, જાણો કારણ અહીં…

મુંબઈઃ ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના દરમાં રૂપિયા 50નો વધારો થતાં પહેલાંથી જ મોંઘવારીનો સામનો કરી રહેલાં ગૃહિણીઓનું મંથલી બજેટ ખોરવાઈ રહ્યું છે અને તેની સાથે સાથે કમર્શિયલ યુઝમાં લેવાતા સિલિન્ડરના દરમાં પણ રૂપિયા 350નો વધારો થતાં મુંબઈગરાના રેસ્ટોરાંનું મેન્યુ પણ પાંચથી દસ ટકાનો વધારો થયો છે. તેથી આગામી કેટલાક દિવસમાં હોટેલમાં જઈને જમવાને કારણે મુંબઈગરાના ખિસ્સા જરા વધારે જ ઢિલ્લા કરવા પડશે.
પહેલાંથી જ શાકભાજી, મસાલાની કિંમતો વધી ગઈ છે અને હવે તેમાં ઓછામાં પૂરું એવું સિલિન્ડરના દરમાં રૂપિયા 350નો વધારો થતાં હવે રેસ્ટોરાંનું બજેટ પણ ખોરવાયું છે. મિડિયમ રેન્જની રેસ્ટોરાંને દરરોજના આશરે બેથી ત્રણ ગેસ સિલિન્ડરની ખપત હોય છે એટલે સીધેસીધો 1000 રૂપિયાનો ખર્ચ વધી જશે અને મહિનાનો આ ખર્ચ રૂપિયા 30,000 જેટલો વધી જશે. મેન્યુમાં પાંચથી 10 ટકાનો વધારો જોવા મળશે. પરંતુ હવે અચાનક જો દરવધારો કરવામાં આવે તો તેની સીધેસીધી અસર રેસ્ટોરાંમાં આવનારા ગ્રાહકો પર જોવા મળી છે. એટલે ઘરાકી ના ટૂટે એમ નવી પદ્ધતિથી આ દરવધારો કરવામાં આવે એવી પ્રસ્તાવ સંબંધિત સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.
બીજી બાજુ ઘરેલુ ઉપયોગના સિલિન્ડરના ભાવ વધવાને કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું છે એવ ફરિયાદ ગૃહિણીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર માત્ર મોંઘવારી વધારી રહી છે, લોકોએ ખાવું શું? સિલિન્ડર તો રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ છે. લોકો એટલિસ્ટ બે ટંક રાંધીને ખાઈ શકે એ વાતની તકેદારી તો સરકારે રાખવી જોઈએ એવી ફરિયાદ પણ મુંબઈની ગૃહિણીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -