મુંબઈઃ અલ્પવયીન બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરવા બાબતે ચિંતા વ્યક્ત કરીને મુંબઈ હાઈકોર્ટે બે વકીલને દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે પીડિતાની માતાનું ઓળખ છતી હોવાને કારણે વકીલોને રુપિયા 10,000નો દંડ ફટાકાર્યો હતો.
ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ પૃથ્વારીજ ચવ્હાણની બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પિટિશનર વકીલે પીટીશનમાં પીડિતાની માતાની ઓળખ છતી કરી હતી. વકીલે પીટીશનમાં પીડિતાની માતાનું નામ, ફોટો, ચેટ અને ઈમેલ એટેચ્ડ કર્યો હતો. પોક્સો એક્ટ હેઠળ પીડિત અલ્પવયીનનો ફોટો, નામ અને ગામ જ નહીં પણ તેની ઓળખ થઈ શકે એવા કોઈ પણ પુરાવા વાપરવા એ કાયદાકીય ગુનો છે.
આરોપી વકીલ હૃષિકેષ મુંદરગી અને મનોજ કુમાર તિવારીને બેન્ચે દસ-દસ હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને 16મી જાન્યુઆરી સુધી દંડની રકમ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આની સાથે સાથે જ પીટીશનમાં સુધારો કરીને પીડિતાની માતાનું નામ અને બાકીની માહિતી કાઢી નાખવાનું જણાવ્યું હતું.
પોક્સો એક્ટ અનુસાર પીડિતાની ઓળખ છતી કરવાની મનાઈ છે. કોઈ પણ રીતે પીડિતા કે તેના પરિવરાની માહિતી છતી કરવી એ ગુનો બની જાય છે. આ પહેલાં પણ ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરેએ બળાત્કાર પીડિતાની ઓળખ છકી કરવા માટે વકીલને રુપિયા 5000નો દંડ ફટકાર્યો હતો. 2022ની અપીલમાં વિવાદાસ્પદ ફોટો લગાવવા માટે પણ સંબંધિત વકીલને 25,000 રુપિયાનો દંડ ફટકાર્યો હતો.