નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
(ગયા અંકથી ચાલુ)
આ સાત ટાપુઓનો ભાગ્યોદય તો ઈ.સ. ૧૨૯૪માં ગુજરાતના રાજા ભીમદેવ સોલંકીએ સોમનાથ પાટણના પરાજય પછી અહીં આવીને માહિમ ખાતે નવું રાજ્ય સ્થાપ્યું ત્યારથી થવા માંડ્યો તે આજ સુધી આથમ્યો નથી. ત્યાર પછી ઈ.સ. ૧૩૪૭માં ગુજરાતના સુલતાને આ સાત ટાપુઓ ઉપર સામ્રાજ્ય સ્થાપ્યું. ગુજરાતના સુલતાન બહાદુરશાહે ગોવાના પોર્ટુગીઝ સાથે સંધિ કરતાં ઈ.સ. ૧૫૩૪માં પોર્ટુગીઝનું શાસન સ્થાપ્યું અને ૧૬૬૫માં અંગ્રેજો હસ્તક ગયું.
આજે મહાનગર મુંબઈનું ક્ષેત્રફળ ૪૩૦.૮૬ ચોરસ મીટર જેટલું છે. ભૌગોલીક દ્રષ્ટિએ અહીનું હવામાન ખુશનુમા છે. ઉનાળામાં વધુમાં વધુ ગરમી ૩૨.૮ ડિગ્રી સેન્ટીગ્રેટ હોય છે તો ઓછામાં ઓછી ૨૬.૪ ડિગ્રી સેન્ટીગ્રેટ હોય છે. શિયાળામાં વધુમાં વધુ ૨૮.૪ ડિગ્રી સેન્ટીગ્રેટ અને ઓછામાં ઓછું ઉષ્ણાતામાન ૧૯.૩ ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. જૂનથી સપ્ટેમ્બર સુધીમાં લગભગ ૨૧૦૦ મી.મી જેટલો વરસાદ પડે છે. અહીં ભારતીય સ્ટેન્ડર્ડ સમય ગ્રીનવીચ (જી.એન.ટી.) સમય કરતાં સાડાપાંચ કલાક આગળ છે, તો ઓસ્ટ્રેલિયાના ઈસ્ટર્ન સ્ટેન્ડર્ડ ટાઈમ કરતાં સાડાચાર કલાક પાછળ છે. અમેરિકન ઈસ્ટર્ન સ્ટેન્ડર્ડ ટાઈમ કરતાં સાડાદસ કલાક આગળ છે.
વિદેશીઓ કે વિદેશી નાગરિક એવા ભારતીયોને ભારતમાં રહેવા ત્રણ માસનો વિઝા મળી શકે છે અને વધુ ત્રણ મહિનાની મુદત વધારી આપવામાં આવે છે. કોઈ વિદેશી પર્યટક આગળના પ્રવાસ માટે અહીં ઊતરે તો તેમને ૭૨ કલાકની લેન્ડિંગ પરમિટ મળી શકે છે. આ બધાં માટે ફોરીનર્સ રીજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ, સ્પેશ્યલ બ્રાન્ચ (૨), પોલીસ કમિશનર કાર્યાલય, ડી.એન.રોડ, મુંબઈનો સંપર્ક સાધવો આવશ્યક થઈ પડે છે.
અહીંથી વિદેશમાં ફોન કરવા આઈ.એસ.ડી.ની સગવડ છે. અહીંથી હોંગકોંગ ફોન કરવો હોય તો પ્રથમ કોડ નંબર ૮૫૨ ફેરવી હોંગકોંગનો નંબર ફેરવવાથી જોડાણ થઈ જાય છે. ત્યાંનો સમય મુંબઈના સમય કરતાં ૨.૩૦ કલાક આગળ છે. સ્વિટ્ઝર્લેન્ડની બેન્કને ફોન કરવો હોય તો પ્રથમ કોડ નં.૪૧ ફેરવી સ્વિસ ટેલિફોન નંબર ડાયલ કરવાથી સંપર્ક સાધી શકાય છે. સ્વિટ્ઝર્લેન્ડનો સમય મુંબઈ કરતા સાડાત્રણ કલાક પાછળ છે.સિંગાપોર ફોન કરવો હોય તો કોડ નંબર ૬૫ છે. અને સમય બે કલાક આગળ છે. યુ.કે (ઈંગ્લેન્ડ) માટે કોડ નં. ૪૪ છે, સમય સાડાચાર કલાક પાછળ છે. અમેરિકા માટે કોડ નંબર ૧ (એક) છે અને સમય ૯.૩૦ થી ૧૨.૩૦ પાછળ છે.
ઈન્ટરનેશનલ સબસ્ક્રાઈબર ડાયલિંગમાં પ્રથમ ઈન્ટરનેશનલ એક્સેસ રોડ (૦૦) કરી ત્યાર પછી તે દેશનો કોડ નંબર, એરિયા કોડ નંબર અને છેલ્લે સબસ્ક્રાઈબર નંબર ફેરવવાનો હોય છે. આઈ.એસ.ડી. કોલ માટે સેક્ધડ દીઠ દર લેવામાં આવે છે. આ રીતે ૨૪થી અધિક દેશો સાથે આઈ.એસ.ડી.ની સગવડ મુંબઈમાં મળી શકે છે.
આ મુંબઈમાં ૧૮૭૩ સુધી વાહનમાં પાલખી અને બળદગાડીનો ઉપયોગ થતો હતો અને ૧૮૭૩માં ઘોડાગાડી પ્રવેશી હતી. જ્યારે મુંબઈમાં સિનેમા થિયેટરો નહોતાં ત્યારે શેરબજારમાં હજારોનો સટ્ટો કરનારા શેઠિયા સાંજે ઘોડાગાડીમાં પિલાહાઉસ-ગોખલેની હોટલમાં ચાય પીવા અને ગરમ ગરમ કાંદા બટાટાનાં ભજિયાં ખાવા પહોંચી જતા. ત્યાર પછી એ હોટલ રમતવીરોની હોટલ તરીકે જાણીતી બની હતી.
અત્યારે જ્યાં ગુલશન સિનેમા થિયેટર છે તે ત્યારે બોમ્બે થિયેટર તરીકે અને નાટકના થિયેટર તરીકે જાણીતું હતું. અહીં મરાઠીમાં ‘મહાસતી સાવિત્રી’નું નાટક રજૂ કરવામાં આવ્યું ત્યારે કંઈક નવું કરી દેખાડવાની હરીફાઈમાં સત્યવાનનો આત્મા લેવા આવનાર યમ રાજાને પાડા સાથે રજૂ કરવાનું નક્કી થયું હતું. યમદેવે પાડા સાથે રજૂ કરવાનું નક્કી થયું હતું. યમદેવે પાડા સાથે તખ્તા ઉપર પ્રવેશ કર્યો; પણ સામેની ફૂલલાઈટ જોઈને અને સામે બેઠેલા તબલા-પેટીવાળાનો અવાજ સાંભળીને એ પાડો એવો ભડક્યો કે પ્રેક્ષકોમાં કૂદી પડ્યો અને ભાગંભાગ મચી ગઈ હતી.
ગિરગાંવમાં એક સમયે બ્રાહ્મણસભાનું નામ હતું. ત્યાં પાલઘર નજીક કેળવે-માહિમના એક શ્રી. ગોરે નામના માણસે મુંબઈ હાઈ કોર્ટમાં ફરિયાદ કરી કે બ્રાહ્મણસભાએ એ સ્પષ્ટ કરવું જોઈએ કે બ્રાહ્મણ નહીં હોય એવી વ્યક્તિને પણ લવાજમ ભરતાં સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે અથવા તો એ બ્રાહ્મણ સભામાં માત્ર બ્રાહ્મણ જ સભ્ય બની શકે છે. સાર્વજનિક રીતે એ સભાના સભ્ય બનવાનો બ્રાહ્મણ ઈતર લોકોને પણ અધિકાર હોવો જોઈએ. તે સમયે ગિરગાંવમાં સેંકડો નિષ્ણાંત બ્રાહ્મણ વકીલ-બેરિસ્ટરો હતા; પણ નવાઈની વાત એ છે કે વાદી તરફથી ડૉ. બી.આર. આંબેડકર અને પ્રતિવાદી તરફથી બે. શોમજી (મુસલમાન) ધારાશાસ્ત્રીઓ ઊભા રહ્યા હતા.
૧૯૩૦ના દાયકામાં મસ્તફકીર એક લોકપ્રિય ગુજરાતી કટારલેખક હતા. છેલ્લે તેઓ ‘મુંબઈ સમાચાર’ના તંત્રીમંડળમાં હતા. ૧૯૩૧-’૩૨ના અરસામાં તેમણે ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ સાપ્તાહિકમાં જાગતી ચાલીઓ અને ‘ફરતાં પેટો’નામની લેખમાળા શરૂ કરી હતી. વેશ્યા અને બાળ-ભિખારીઓની સમસ્યા એમાં ચર્ચવામાં આવી હતી અને તેથી મોટો ઊહાપોહ સર્જાયો હતો.
***
ઈંગ્લેન્ડમાં ‘ચાય’ને પ્રચલિત અને લોકપ્રિય કરવામાં મુંબઈનો મહત્ત્વનો ફાળો રહ્યો છે એવું સ્વીકારી લેવા સહજ આશંકા ઉદ્ભવી શકે છે, પરંતુ એ નર્યું સત્ય છે. બ્રિટિશ પાર્લામેન્ટે ઈ.સ. ૧૬૬૦માં એક ધારો પસાર કરી ચોકલેટ (પ્રવાહી), શરબત અને ‘ચાય’ (પ્રવાહી) ઉપર ગેલન દીઠ આઠ પેન્સની જકાત નાખી હતી, ત્યારે શરાબ અને કોફી ઉપર ગેલન દીઠ માત્ર ચાર પેન્સની જકાત હતી. ત્યારે ચાયમાં સાકર અને દૂધ ભેળવવામાં આવતાં નહોતાં, પણ મીઠું ઉમેરવામાં આવતું હતું. દૂધ સાકર સાથેની બાદશાહી ચાય ઈંગ્લેન્ડમાં પ્રચલિત કરી પોર્તુગલની શાહજાદી કેથેરીને. કેથેરીન બ્રગાન્ઝાનાં લગ્ન ૧૬૬૧માં ઈંગ્લેન્ડના રાજા ચાર્લ્સ બીજા સાથે થયાં હતાં અને રાણીએ રાજમહેલમાં દૂધ-સાકર સાથેની ચાની પ્રથા શરૂ કરી હતી અને તે રાજમહેલમાંથી ઈંગ્લેન્ડમાં અને ઈંગ્લેન્ડથી યુરોપભરમાં લોકપ્રિય થઈ પડી હતી.
રાણી કેથેરીન ચા પીવાનાં શોખીન હતાં અને પોતાના પિયર પોર્તુગલથી અસલી ચીની ચા અને ચા તૈયાર કરવાનાં ચીની વાસણો ઈંગ્લેન્ડ લઈ ગયાં હતાં. ઈંગ્લેન્ડની રાણી તરીકે ઈંગ્લેન્ડમાં કેથેરીનનો પહેલીવાર જન્મદિવસ ઉજવવામાં આવ્યો ત્યારે કવિ વોલરે એક કવિતા વાંચી હતી અને તેની કેટલીક પંક્તિઓ અહીં રજૂ કરવામાં આવે છે.
‘ઝવય બયતિં જ્ઞર િીયયક્ષત
ફક્ષમ બયતિં જ્ઞર વયબિત ૂય જ્ઞૂજ્ઞ
ઝજ્ઞ વિંફિં બજ્ઞહમ ફિશિંજ્ઞક્ષ
ૂવજ્ઞ વિંય ૂફુ મશમ તવજ્ઞૂ
ઝજ્ઞ વિંય રફશિ યિલશજ્ઞક્ષ
ઠવયિ વિંય તીક્ષ મજ્ઞવિં શિતય
ઠવજ્ઞતય શિભવ ાજ્ઞિમીભશિંજ્ઞક્ષત
ઠય તફૂ ઉીંતહિું ઙશિુય.’
આ પહેલાં ચા તાવ, માથાનો દુખાવા પર, શરદી પર જડીબુટ્ટી-ઔષધિ તરીકે વપરાતી હતી.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૬૬૪માં બે પાઉન્ડ અને બે ઔંસ ચા ઈંગ્લેન્ડના રાજાને ભેટ મોકલવા મુંબઈથી લાકડાના સઢથી ચાલતા વહાણમાં મોકલાવી હતી. એ વખતે એ ચાનો ભાવ મુંબઈના એક પાઉન્ડ દીઠ ચાલીસ શિલિંગ હતો. ત્યાર પછી ૧૬૬૬માં પોણી ત્રેવીસ પાઉન્ડ ચા ચાર્લ્સ બીજાને આ જ રીતે મુંબઈથી મોકલાવી હતી અને તેનો ભાવ પાઉન્ડ દીઠ પચાસ શિલિંગ હતો.
કલકત્તા અને મદ્રાસ બંદર કરતાં યુરોપ ચા અને અન્ય માલ ચઢાવવા માટે મુંબઈ બંદરની લોકપ્રિયતા વધી ગઈ હતી.આથી જ્યારે ચાર્લ્સ બીજાએ ૧૬૭૨માં ડચ સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુના સંરક્ષણ માટે ૬ હજાર સૈનિકો જહાજમાં ઈંગ્લેન્ડથી મુંબઈ ખાસ મોકલાવ્યા હતા. મુંબઈમાં ત્યારે ડચ લોકોને ‘વલંદા’ તરીકે, પોર્ટુગીઝ લોકોને ફિરંગી તરીકે ઓળખવામાં આવતા હતા.
મુંબઈના ઝડપથી વધતા જતા વિકાસને ધ્યાનમાં લઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રાજા ચાર્લ્સ બીજા પાસે કેટલાક વિશેષ અધિકારની માગણી કરી હતી. ૧૬૭૭ના ઓક્ટોબરની પાંચમી તારીખે બ્રિટિશ સમ્રાટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મુંબઈ ખાતે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પોતાનાં નાણાં પાડવાની પરવાનગી આપી હતી. આ ઉપરાંત જે વહાણમાલિકો વહાણો ભાડે આપતા હતા અને તે માટે જે કોન્ટ્રેક્ટ કરવામાં આવતો હતો તે કોન્ટ્રેક્ટની શરતોનો ભંગ થતાં ઈસ્ટ ઈન્ડિયા કંપની નુકસાની વસૂલ કરી શકતી હતી. યુરોપિયન વહાણમાલિકોને આ પસંદ નહીં આવતાં તેમણે જહાજો ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભાડે આપવાનું બંધ કર્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સુરતથી પારસી વહાણમાલિકોનાં વહાણ ભાડે લેવાનું શરૂ કર્યું હતું. અહીં જ અટકી ન જતાં; સુરત મુંબઈમાં પોતાનાં વહાણો બાંધવાનું નક્કી કર્યું અને લવજી વાડિયાને સુરતથી મુંબઈ ખાસ ગોદી અને વહાણો બાંધવા બોલાવવામાં આવ્યા હતા.ત્યાર પછી તો પારસીઓએ પોતાનાં વહાણ મુંબઈ, વસઈ, દમણ,
સુરત ખાતે બંધાવી અંગ્રેજોને ભાડે આપવાનું શરૂ કર્યું હતું અને તેમાં શ્રીમંત બની
ગયા હતા.
૧૬૭૮માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૪,૭૧૩ પાઉન્ડ ચા ઈંગ્લેન્ડ મોકલી હતી; પરંતુ કંપનીના જહાજમાંથી ચાંચિયાઓ મલબાર અને મુંબઈ વચ્ચેના દરિયામાં ચા ઉતારી લેતા હતા અને ચાની દાણચોરીથી યુરોપના દેશોમાં મોકલતા હતા. એમાં
ચાની દાણચોરીનું વડું મથક મુંબઈનો દરિયાકિનારો હતો. (ક્રમશ:)