અંધારી રાતમાં મુંબઈની ઓળખ સમાન બાંદ્રા વરલી સી લિંક મુંબઈગરાના ઉત્સાહ, ઉમંગ અને જુસ્સાથી ઝળહળી ઊઠ્યું હતું
——-
મુંબઈ મૅરેથોનને લીલી ઝંડી આપીને મુંબઈગરાનો આભાર માનતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન કિરણ રિજીજુ
——-
પદ્મીનિ દેસાઈએ ટાટા મુંબઈ મેરેથોન ૨૦૨૩ની ઘાયક્ષ ૧૦ઊં કેટેગરીમાં ભાગ લીધો હતો અને તેમણે આ રેસ ૧.૪૭.૪૦ના સમયમાં પૂરી કરી હતી.
——
ઉંમર તો ખાલી નંબર છે… મુંબઈમાં મૅરેથોનમાં ભાગ લેતા ૮૦ વર્ષના કુમુદિની કાળે
——-
મૈં શાંતિ કા દુલ્હા હૂં…
——-
પંખ સે નહીં હૌંસલો સે ઉડાન હોતી હૈ…: ખ્યાતિ મહેતા અને પ્રદીપ કુંભાર
મુંબઈના રહેવાસી ખ્યાતિ મહેતા અને પ્રદીપ કુંભાર પણ મેરેથોનમાં ભાગ લેનારા હજારો રનર્સમાંથી એક હતા. પણ તેઓ અન્ય મુંબઈગરા કરતાં જુદા એટલા માટે હતા કારણ કે તેમણે એક હેતુ, ધ્યેય લઈને ટાટા મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ વિશે મુંબઈ સમાચાર સાથે વાત કરતાં ખ્યાતિ મહેતા જણાવે છે કે આ પહેલાં પણ હું અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છું. મને લોકો ગર્લ વિથ ધ પ્રોસ્થેસ્ટિક લેગ તરીકે ઓળખે છે. જીવનમાં ગમે એટલા દુ:ખો આવે હાર માનવાને બદલે તેમનો હિંમતથી સામનો કરવો જોઈએ. તમે એક વખત કોઈ લક્ષ્ય નક્કી કરી લો છો તો પછી એને મેળવવા માટે તમારે પુષ્કળ પરિશ્રમ કરવો પડે છે. એમાં પણ જ્યારે વાત આરોગ્યની હોય ત્યારે તો કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ ના જ કરી શકાય. મૅરેથૉનમાં ભાગ લેવાનું આ એક મહત્ત્વનું કારણ છે. રહી વાત પ્રદીપ કુંભારની તો પ્રદીપ કુંભારે આયર્નમેનની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દુર્ભાગ્યે આ જ હરીફાઈમાં જ તેમણે તેમનો પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં તેમણે રવિવારે ઉત્સાહ અને ઉમંગથી ૧૮મી ટાટા મુંબઈ મૅરેથૉનમાં ભાગ લીધો હતો.
——-
ઉદ્યોગપતિ અને SFEA ના અધ્યક્ષ હિતેશ ચુનીલાલ ગુઢકાએ પણ મુંબઈ મૅરેથોનમાં ભાગ લીધો હતો. આ તેમની ૨૯૧મી મેરેથોન હતી જે તેમણે સફળતાપૂર્વક પૂરી કરી હતી. ૧૩ વર્ષથી તેઓ અલગ અલગ મૅરેથોનમાં ભાગ લઈ રહ્યા છે.
——–
સ્પાઈડરમેન પણ દોડ્યો મૅરેથૉન…
——-
હરતું ફરતું લાઈટ હાઉસ
——–
માનસિક રીતે અસક્ષમ બાળકો પણ મૅરેથૉનમાં દોડવાનો મોહ છોડી શક્યા નહોતા અને આ બાળકોને સપોર્ટ કરવા માટે ગુલઝાર પણ તેમની સાથે દોડ્યા હતા…
——-
આસામ રેજિમેન્ટ બેન્ડે પણ મુંબઈગરા અને મૅરેથોનમાં ભાગ લેનારાઓનો જુસ્સો વધારવા માટે મૅરેથોનમાં ભાગ લીધો હતો.
——
વ્હિલચેર સાથે દોડ્યા મેરેથોનમાં…
—–
દોડવાનો શોખ છે અને હજી વધુ મેરેથોન દોડવાની ઈચ્છા છે: અમિતા શાહ
——
મુંબઈ મૅરેથૉનમાં મૂક-બધિર લોકોએ પણ ભાગ લીધો હતો.
(તસવીરો: જયપ્રકાશ કેળકર, અમય ખરાડે અને મુંબઈ સમાચાર વેબ ટીમ)
ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિકના નિયમોનું પાલન એ ભારતભરમાં સૌથી મોટી સમસ્યા છે. આ જ સમસ્યા પર પ્રકાશ પાડવા માટે મુંબઈગરાના એક ગ્રુપે મુંબઈ મૅરેથૉનમાં ભાગ લીધો હતો.
———-
યહાં કે હમ સિકંદર…
આવો જોઈએ કોણે મારી મુંબઈ મૅરેથૉનમાં બાજી…
મુંબઈ: મુંબઈમાં યોજાયેલી ૧૮મી ટાટા મુંબઈ મૅરેથૉનમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને કડકડતી ઠંડીમાં રજાના દિવસે દોડીને પુરવાર કરી આપ્યું હતું કે મુંબઈના સ્પિરીટનો કોઈ જવાબ જ નથી. કોરોના બાદ યોજાયેલી મૅરેથૉનમાં ૫૫,૦૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. વિગતવાર વાત કરીએ તો ફૂલ મૅરેથૉનમાં ૮,૨૬૦ પુરુષ અને ૮૬૫ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ ૯,૧૨૫ લોકો હાજર રહ્યા હતા. હાફ મેરેથોનમાં ૧૦,૮૮૩ પુરુષ અને ૨,૫૪૩ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ ૧૩,૪૨૬ લોકો હાજર રહ્યા હતા. જ્યારે ઓપન ૧૦ઊંમાં ૩,૮૧૦ પુરુષ અને ૩,૦૨૯ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ ૬,૮૩૯ લોકો હાજર રહ્યા હતા. ડ્રીમ રનમાં ૧૪,૭૮૩ પુરુષ અને ૮,૫૨૧મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ ૨૩,૩૦૪ લોકો હાજર રહ્યા હતા. જઈછમાં ૭૫૨ પુરુષ અને ૬૭૧ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ ૧,૪૨૩ લોકો હાજર રહ્યા હતા. ઈઠઉમાં ૭૭૮ પુરુષ અને ૩૧૭ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ ૧,૦૯૫ લોકો હાજર રહ્યા હતા. ટૂંકમાં બધી કેટેગરીનો સરવાળો કરીએ તો ૩૯,૨૬૬ પુરુષો અને ૧૫,૯૪૬ મહિલાઓએ મેરેથોનમાં ભાગ લીધો હતો. કુલ ૫૫,૨૧૨ મુંબઈગરાઓએ ટાટા મેરેથોનમાં ભાગ લીધો હતો.
હાફ મેરેથોન (૨૧ ઊંખ) ભારતીય પુરુષ વિજેતા
૧. મુરલી ગાવિત
(૦૧.૦૫.૨૦)
૨. અંકિત દેશવાલ (૦૧.૦૫.૪૮)
૩. દિપક કુંભાર
(૦૧.૦૫.૫૧)
ફૂલ મેરેથોન (૪૨ ઊંખ) ભારતીય પુરુષ વિજેતા
૧. ગોપી થોનક્કલ
(૦૨.૧૬.૪૧)
૨. માન સિંહ (૦૨.૧૬.૫૮)
૩. કાલિદાસ હિરવે
(૦૨.૧૯.૫૪)
ફૂલ મેરેથોન (૪૨ ઊંખ) ઊહશયિં ૠજ્ઞિીા
૧. હાયલે લેમી, ઈથોપિયા
(૦૨.૦૭.૩૨)
૨. ફિલેમોન રોનો, કેનિયા (૦૨.૦૮.૪૪)
૩. હૈલુ ઝેવડુ, ઇથોપિયા (૦૨.૧૦.૨૩)
———–
થેન્ક્યુ મુંબઈ…: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
મુંબઈ: રવિવારે રજાના દિવસે રજાની મજા માણવાને બદલે મુંબઈગરાઓ ઉત્સાહ અને આનંદથી ટાટા મૅરેથૉનમાં ભાગ લેવા માટે વહેલી સવારે નીકળી પડ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી મૅરેથૉનની શરૂઆત થઈ અને મુંબઈગરા હર દિલ મુંબઈનો નારો લગાવીને નીકળી પડ્યા. આ સમયે મુંબઈ મૅરેથૉનનો બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા ટાઈગર શ્રોફ પણ હાજર રહ્યો હતો.
આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ભાગ લેનારા સ્પર્ધકો, આયોજકો, મુંબઈ પોલીસ અને સામાજિક સંસ્થાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ દુનિયાની સૌથી મોટી મૅરેથૉન છે અને તેમાં ૨૫૦થી વધુ સામાજિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. કોવિડ બાદ પહેલી જ વખત આ સ્પર્ધા યોજાઈ રહી હોઈ લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હવામાં ફાયર કરીને ડ્રીમ રનની શરૂઆત કરી હતી તો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સિનિયર સિટીઝન, હાફ મૅરેથૉનને મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે લીલી ઝંડી દેખાડી હતી. જ્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને કેન્દ્રીય કાયદા અને ન્યાય ખાતાના પ્રધાન કિરણ રિજિજુએ દિવ્યાંગજન માટે યોજાયેલી મૅરેથૉનને લીલીઝંડી દેખાડી હતી.
બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે અત્યાર સુધીની બધી જ મૅરેથૉન હું દોડ્યું છું આ ૧૮મી મૅરેથૉન છે. અમે લોકો પૂરો સહકાર આપી રહ્યા છીએ. શો મસ્ટ ગો ઓન… મૅરેથૉન માટે રસ્તાની સફાઈ, લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
————-
બે વર્ષ બાદ ફરી એક વખત દોડી મુંબઈ!!!
મુંબઈ: મુંબઈમાં યોજાયેલી ટાટા મુંબઈ મૅરેથૉનનું આ ૧૮મું વર્ષ છે અને કોવિડ પછી બે વર્ષના સમયગાળા બાદ આ મૅરેથૉન યોજાઈ રહી હોઈ મુંબઈગરાના આનંદ અને ઉત્સાહની કોઈ સીમા જ નહોતી. આ મેરેથોનમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે.
મધ્ય રેલવે અને પશ્ર્ચિમ રેલવે દ્વારા મૅરેથૉનને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. બોરીવલીથી સવારે ૩.૪૫ કલાકે પહેલી લોકલ ચર્ચગેટ માટે દોડાવવામાં આવી હતી. જ્યારે મધ્ય રેલવે દ્વારા કલ્યાણથી ૩ વાગ્યે અને હાર્બર લાઈન પર પનવેલથી ૩.૧૦ કલાકે પહેલી લોકલ દોડાવવામાં આવી હતી.આ સ્પર્ધામાં કોઈ પણ પ્રકારનો અવરોધ કે મુશ્કેલી ના આવે એ માટે ટ્રાફિકના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. ઢોલ-નગારા સાથે મેરેથોનમાં ભાગ લેવા આવેલા રનર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈ મહાનગર પાલિકા, મુંબઈ પોલીસ અને આયોજકોએ સાથે મળીને લોકો માટે ઠેક ઠેકાણે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
———–