Homeઆમચી મુંબઈઅડધાથી વધુ હાઉસિંગ સોસાયટીઓ ભીના કચરા પર પ્રક્રિયા કરવાની યોજનાથી દૂર

અડધાથી વધુ હાઉસિંગ સોસાયટીઓ ભીના કચરા પર પ્રક્રિયા કરવાની યોજનાથી દૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં ડમ્પિંગ ગ્રાઉન્ડનો ભાર ઓછો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવાની યોજના અમલમાં મૂકી હતી. જોકે મોટા પ્રમાણમાં કચરાનું ઉત્પાદન કરનારી ૫૦ ટકાથી વધુ હાઉસિંગ સોસાયટીઓએ આ યોજનાથી કોસો દૂર છે. ભીના કચરા પર પ્રક્રિયા નહીં કરનારા સામે પગલાં લેવાનો કોઈ કાયદો ન હોવાથી પાલિકા પણ લાચાર બની ગઈ છે.
મુંબઈમાં મોટા પ્રમાણમાં કચરાનું ઉત્પાદન કરનારી મુંબઈમાં લગભગ ૨,૮૨૫ હાઉસિંગ સોસાયટી છે, તેમાંથી અત્યાર સુધી માત્ર ૧,૪૦૧ હાઉસિંગ સોસાયટીઓે ભીના કચરા પર પ્રક્રિયા કરી રહી છે.
મુંબઈમાં પ્રતિદિન ૬,૩૦૦થી ૬,૫૦૦ મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરે છે. ૨૦૧૭ની સાલમાં પાલિકાએ ૨૦,૦૦૦ સ્કવેર મીટરથી મોટી જગ્યા અથવા ૧૦૦ કિલોગ્રામથી વધુ ભીના કચરાનું ઉત્પાદન કરનારા હાઉસિંગ સોસાયટી અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ માટે સૂકા કચરા અને ભીના કચરાને અલગ તારવીને તેમના જ પરિસરમાં ભીના કચરા પર પ્રક્રિયા કરવાનો આદેશ આપ્યો હતો. જોકે પાલિકાના આ નિયમનો માત્ર ૧,૪૨૪ બલ્ક જનરેટ કરનારી સોસાયટીએ અમલ કર્યો છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ પાલિકાના આ આદેશનું ઉલ્લંઘન કરનારી હાઉસિંગ સોસાયટી અને એસ્ટાબ્લિશમેન્ટને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઍક્ટની ૩૬૮ કલમ હેઠળ નોટિસ આપે છે. તેમાંથી અમુક કેસ કોર્ટમાં પણ ગયા હતા. તેથી પાલિકા તેમની સામે કાર્યવાહી કરવાનું બંધ કરી દીધું છે. ત્યાર બાદથી પાલિકા આ સોસાયટીઓને તેમના પરિસરમાંથી ફક્ત સૂકો કચરો ભેગો કરવામાં આવશે એવી ચેતવણી આપી હતી. જોકે સ્થાનિક નેતાઓના દબાણને પગલે તેમની સામે કાર્યવાહી કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
પાલિકાએ આપેલા આંકડા મુજબ મુંબઈના ૨૪ વોર્ડમાં સૌથી વધુ ભીનો કચરો વરલી, ઘાટકોપર, સાયન, વડાલામાં નીકળે છે. એક અંદાજ મુજબ મુંબઈમાં દરરોજ ૪૭૯.૮ મેટ્રિક ટન ભીનો કચરો નીકળે છે. તો ૮૫.૪ મેટ્રિક ટન સૂકો કચરો નીકળે છે.
મુંબઈમાં સૌથી ઓછી ભીના કચરા પર પ્રક્રિયા કે-પશ્ર્ચિમ વોર્ડના અંધેરી (પશ્ર્ચિમ) અને વિલે પાર્લેમાં થાય છે. અહીં ૩૬૫માંથી ફક્ત ૯૫ બલ્ક જનરેટર ભીના કચરા પર પ્રક્રિયા કરે છે. બીજા નંબરે પી-ઉત્તર વોર્ડ, મલાડમાં ૩૦૪માંથી ૫૦ સોસાયટી, કે-પૂર્વના જોગેશ્ર્વરી અને અંધેરી (પૂર્વ)માં ૨૪૨માંથી ૧૨૯, એ વોર્ડના કોલાબા, ફોર્ટમાં ૨૦૮માંથી ૭૨ અને એસ વોર્ડ ભાંડુપમાં ૨૦૬માંથી ૧૩૫ સોસાયટીઓ ભીના કચરા પર પ્રક્રિયા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -